ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 સપ્ટેમ્બર 2020
મહારાષ્ટ્ર સરકારે બુધવારે મુંબઈના ઉપનગરીય સંજય ગાંધી નેશનલ પાર્ક (એસજીએનપી) પાસે આવેલા આરે કોલોનીની 600 એકર જમીન જંગલ તરીકે અનામત રાખવાનો અને તેને સંરક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્રના સીએમઓએ ટ્વીટ કર્યું, "સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની નજીક આરેની 600 એકર જમીન જંગલો તરીકે અનામત રહેશે. વિશ્વમાં ક્યાંય પણ કોઈ મહાનગરની હદમાં વિસ્તરિત જંગલ હોવાનો આ પહેલો દાખલો હશે." સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ ટ્વીટ કર્યું કે, "આરે, વન અને પર્યાવરણ વિભાગો સાથે મળેલી બેઠકમાં આઇએફએની કલમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે (જેમાં કોઈપણ જમીન જંગલ માટે આરક્ષિત રાખવાની કલમ). જ્યારે આદિવાસી સમુદાયોના તમામ અધિકાર સુરક્ષિત રહેશે. આ વિસ્તારની ઝૂંપડપટ્ટીઓનું પુનર્વસન ઝડપી બનાવવામાં આવશે." સાથે જ આ સંજય ગાંધી રાષ્ટ્રીયમાં ઉદ્યાનમાં રહેલા વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની જેમજ આરેમાં પાર્ક બનાવી તેઓને સુરક્ષિત કરવામાં મદદ કરશે." તેમ આદિત્ય ઠાકરેએ ટ્વીટમાં જણાવ્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…