ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 22 એપ્રિલ 2021.
ગુરુવાર .
મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં ખાનગી રસીકરણ કેન્દ્ર તાત્પુરતા બંધ થવાની અણીએ છે. શહેરમાં કોરોના વેક્સિનના પૂરતા પ્રમાણમાં ડોઝ ઉપલબ્ધ ન હોવાથી મુંબઈ મહાનગર પાલિકાએ ખાનગી વેક્સિન સેંટર બંધ કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારે 1 મે થી 18 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સિન આપવાનો આદેશ જાહેર કર્યો છે અને એ આદેશને અનુસરવા અને હાલમાં ચાલી રહેલા વેક્સિન અભિયાનને પણ પહોંચી વળવા પાલિકા પાસે પૂરતા પ્રમાણમાં ડોઝ ઉપલબ્ધ નથી માટેજ શહેરના ટોટલ 73 પ્રાઇવેટ વેક્સિન સેંટર બંધ કરવાની તૈયારી પાલિકા કરી રહી છે. જોકે એ 73 માંથી 39 ખાનગી સેંટર 20 અને 21 એપ્રિલે બંધ રહ્યા હતા. માટે જ મુંબઈ મહાનગર પાલિકા કેન્દ્ર સરકારને વહેલામાં વહેલી તકે વેક્સિન પહોંચાડવાની વિનંતી કરી રહી છે.
ગોરેગામમાં બે નવા રસીકરણ કેન્દ્ર ની શરૂઆત.
ઉલ્લેખનીય છે કે,દરરોજ એક લાખ લોકોને રસી આપવાની જોગવાઈ મુંબઈ મહાનગર પાલિકાએ કરી છે. જયારે એક કરોડ વીસ લાખ વેક્સિન કોલ્ડ સ્ટોરેજમાં સમાઈ શકે એની વ્યવસ્થા પણ પાલિકા પાસે છે. છેલ્લા કેટલાય સમયથી મહારાષ્ટ્રમાં અને ખાસકરીને મુંબઈ શહેરમાં વેક્સિનની અછતની ચર્ચાઓ ચાલી રહી છે .