News Continuous Bureau | Mumbai
દહિસર પશ્ચિમમાં અંગ્રેજી માધ્યમની એક પ્રખ્યાત સ્કૂલના મેનેજમેન્ટ બોર્ડ અને વાલીઓ વચ્ચેનો વિવાદ હવે શિક્ષણ મંત્રાલય સુધી પહોંચ્યો છે. થોડા દિવસો પહેલા ભાજપના પ્રચાર પ્રમુખ નીલા સોની રાઠોડને આ શાળાના ધોરણ ૭ ના વિદ્યાર્થીઓના વાલીઓ મળ્યા હતા અને તેમને શાળાના મનસ્વી સંચાલન વિરુદ્ધ વિનંતી કરી હતી.
ફી વધારા અંગે વાલીઓ પર સતત દબાણ, વાલીઓ ને શાળા તરફથી કોઈ પણ મુદ્દા પર સંતોષકારક જવાબ ન હતો. અને જ્યારે વાલીઓ ફી વધારો વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે શાળાએ ઈમેલ દ્વારા ગંભીર ચેતવણી આપી હતી કે શાળાએ જાહેર કરેલ ફી વાલીઓ નહીં ભરે તો બાળકોને શાળામાંથી કાઢી મુકવામાં આવશે!! આ પ્રકારની મનમાની ચાલતી હોવાથી અમારી ફરિયાદને યોગ્ય જગ્યાએ પહોંચાડો તેવી વિનંતી ભાજપના નીલા બેન સોની ને શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ કરી હતી.
ગઈકાલે ૧૩ એપ્રિલે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી દીપક કેસરકરને મળવા માટે પત્ર લખ્યો છે.
માતાપિતાએ લખ્યું,
“અમે આપને આ પત્ર દ્વારા જણાવવા માંગીએ છીએ કે અમારા બાળકો દહિસર પશ્ચિમમાં સ્થિત અંગ્રેજી સ્કૂલમાં, ધોરણ ૭ માં અભ્યાસ કરે છે.
જ્યારે બાળકો પાંચમા ધોરણમાં હતા ત્યારે શાળાએ અમને ઈમેલ દ્વારા જાણ કરી હતી કે ફીમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. ત્યારબાદ 12,500નો વધારો દર્શાવ્યા બાદ ફી વસૂલ કરી હતી. તે પછી અમે 2021 થી આજની તારીખ 2023 સુધી શાળા સત્તાવાળાઓને તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ફરિયાદ નિવારણ સમિતિના અધ્યક્ષ શ્રી નીતિન ઉપાસની, સભ્ય સચિવ શ્રી શેષરાવ વડેને અમારી ફરિયાદ ( શિક્ષણ વિભાગ, મહારાષ્ટ્ર રાજ્ય, ચર્ની રોડ ખાતે) કરી હતી.
આ સમાચાર પણ વાંચો: અક્ષય તૃતીયા પર સોનું નહીં, 5 રૂપિયાનો આ ઉપાય બનાવી શકે છે કરોડપતિ, જીવનભર નહીં પડે પૈસાની કમી
અમારી ફરિયાદના સંદર્ભમાં, ફરિયાદી વાલીઓને જાણ કર્યા વિના, શિક્ષણ વિભાગના અધિકારીઓ 9 જૂન, 2022 ના રોજ સ્કૂલમાં આવ્યા અને મીટિંગ કરી. અને અમે વારંવાર પૂછ્યા બાદ ફેબ્રુઆરી 2023ના રોજ પત્ર મોકલવામાં આવ્યો હતો કે શાળાની નીતિ સાચી છે. અલબત્ત, જૂન 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી, વાલીઓ શિક્ષણ વિભાગની કાર્યવાહી વિશે અંધારામાં હતા.”

શિક્ષણ મંત્રી શ્રી દીપક કેસરકરને લખેલ પત્રમાં વધુમાં તે પણ ઉલ્લેખ છે, “મંત્રીશ્રી, 11મી એપ્રિલ 2023ના રોજ અમે શ્રી નીતિન ઉપાસણીને મળ્યા અને તેમણે અમને ખાતરી આપી કે શાળાની નીતિ ખોટી છે. પરંતુ આજે સ્થિતિ એવી છે કે અમને શાળા દ્વારા 12મી એપ્રિલ 2023ના રોજ ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી છે કે બાકીની ફી ભરો અથવા બાળકોને શાળામાંથી કાઢી મુકવામાં આવશે.
અમે માતા-પિતા છીએ, શાળા સાથે અમારી એક પ્રકારની લાગણી સંબંધ હોય છે. બાળકોને શાળામાંથી કાઢી મુકવામાં આવશે તેવી અત્યંત ચિંતાજનક ચેતવણી મળી છે. શાળાના સત્તાવાળાઓ ક્યારેય સારું બોલવાની કે અમને સંતુષ્ટ કરવાની માનસિકતામાં નથી. શાબ્દિક રીતે પણ સારું વર્તન નહિ અને સાથે જ શાળાના સંચાલક તમામ નિયમોનો ભંગ કરીને નિર્ભયપણે આ શાળા ચલાવે છે.
કૃપા કરીને આ મનસ્વી સંચાલન અંગે યોગ્ય તપાસ, પગલાં લેવા, દહિસર પશ્ચિમ શાળાની ફી વધારાની યોગ્ય તપાસના આદેશ આપો, તેવી અમને માતા-પિતાને મદદ કરવા આપને વિનંતી કરીએ છીએ.”
ઉત્તર મુંબઈ ભાજપના નીલા સોની રાઠોડે જણાવ્યું હતું કે, સન્માનનીય મંત્રી મહોદયએ ખાતરી આપી છે કે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપવામાં આવશે. માનનીય મંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે બાળકોના અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવશે નહીં અથવા તેવા પ્રકારની કોઈ કાર્યવાહી કરવા દેવામાં આવશે નહીં.”
આ પ્રસંગે વાલીઓ સુનિલ મિસ્ત્રી, કલ્પેશ ઓઝા, ચિરાગ દત્તાણી, જીજ્ઞેશ ત્રિવેદી અને અન્ય વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.