ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
કાંદિવલી હાઉસિંગ સોસાયટીમાં અને અન્ય નવ સ્થળોએ રસીકરણ અભિયાનમાં છેતરપિંડી કરનાર ગૅન્ગ સામે સોમવારે ખાર પોલીસ સ્ટેશનમાં ત્રીજી FIR નોંધવામાં આવી હતી. નવી FIR માં 3 જૂને પ્રખ્યાત મ્યુઝિક રેકૉર્ડ લેબલના 206 કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સહશુલ્ક રસીકરણ ડ્રાઇવના સંબંધમાં છે. આ ગૅન્ગના સભ્યોમાં એક ખાનગી હૉસ્પિટલનો ભૂતપૂર્વ કર્મચારી હોવાની પણ માહિતી મળી છે.
અગાઉ આ જ ગૅન્ગ સામે કાંદિવલી અને વર્સોવા પોલીસ સ્ટેશનમાં બે FIR નોંધાઈ હતી અને તેના પાંચ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના ભૂતપૂર્વ કર્મચારી, રાજેશ પાંડે, ઇવેન્ટ મૅનેજર સંજય ગુપ્તા, માસ્ટર માઇન્ડ મહેન્દ્ર પ્રતાપસિંહ અને અન્ય ત્રણ લોકોએ 206 સ્ટાફના રસીકરણ માટે 2.48 લાખ ભેગા કર્યા હતા.
હેં! ડૉક્ટરો પણ મૂંઝવણમાં; કોરોનાની આફત વચ્ચે મુંબઈમાં હવે સ્વાઇન ફ્લૂ, જાણો કેમ?
એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે “લાભકર્તાઓએ કોવિન પોર્ટલ પર નોંધણી કરાવી હતી કે કેમ એની ચકાસણી થઈ રહી છે. કારણ કે એમાંથી કોઈને તેમનું પ્રમાણપત્ર મળ્યું નથી. હવે વર્સોવા પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓની કાંદિવલી ખાતેના પોલીસ સ્ટેશન પાસેથી કબજો લેશે અને બાદમાં તેમને ખાર પોલીસને સોંપશે.