ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મુંબઈગરાઓનું સૌથી મનપસંદ પર્યટનસ્થળ જુહુ બીચ આજે પ્રદૂષિત બની ગયો છે. જુહુ બીચ પર લગભગ પાંચથી આઠ કિલોમીટર સુધી દરિયાનાં પાણીમાં તેલ વહેતાં કિનારે આવી ગયું છે. જેના કારણે કિનારા પરની રેતી કાળી થઈ ગઈ છે. આ તેલીય પાણીને કારણે પ્રવાસીઓનું પ્રિય સ્થળ જુહુ બીચ હાલમાં પ્રદૂષિત દેખાઈ રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં પાણીમાં તેલનું મિશ્રણ પાણીના પ્રાણીઓ અને માછલીઓ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ગુરુવારે સવારે મૉર્નિંગ વૉક માટે આવેલા લોકોએ આ ફેરફાર જોયો. જે બાદ કેટલાક લોકોએ ફોન કરીને સ્થાનિક પોલીસ સ્ટેશન અને BMCને જાણ કરી હતી.
આ તેલ સમુદ્રનાં પાણીમાં કેવી રીતે આવ્યું એ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં BMCના કર્મચારીઓ ઑઇલ સ્પીલની તપાસ માટે બીચ પર પહોંચી ગયા છે અને સફાઈનું કામ શરૂ કરી દીધું છે.
મુંબઈનો જુહુ બીચ થયો પ્રદૂષિત, બીચ પરની રેતી અચાનક પડી કાળી; જુઓ વીડિયો…#Mumbai #juhubeach #sea #sand #black #oilspil #BMC pic.twitter.com/eF1lOoEC9D
— news continuous (@NewsContinuous) August 6, 2021