Site icon

પ્રવાસી માટે સુવિધા કે દુવિધા-એસી લોકલનો દરવાજો જ ના ખુલતા પ્રવાસીઓની થઈ આવી હાલત-જુઓ વિડિયો-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાની સુવિધા અને આરામદાયક પ્રવાસ માટે એસી લોકલ(AC Local) ચાલુ કરવામાં આવી છે. પરંતુ એસી લોકલમાં પ્રવાસ કરવો પ્રવાસીઓ(Passengers) માટે દુઃસપનું બનતું જઈ રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં  બીજી વખત એસી લોકલનો દરવાજો નહીં ખુલવાનો બનાવ બન્યો છે. 

Join Our WhatsApp Community

તાજેતરમાં કલ્યાણથી(kalyan) આવેલી એસી લોકલનું દાદર સ્ટેશન(Dadar station) આવ્યું હતું. મુસાફરો હંમેશની જેમ દાદર ઉતરવા માટે તૈયાર હતા પણ જ્યારે સ્ટેશન આવ્યું ત્યારે ઓટોમેટિક દરવાજા(Automatic door) ખુલ્યા જ નહોતા. તેથી પ્રવાસીઓનું ટેન્શન વધી ગયું હતું.

મળેલ અહેવાલ મુજબ કલ્યાણ- CSMT 6:32 ટ્રેન દાદર સ્ટેશને પહોંચ્યા પછી, તેના દરવાજા ખુલ્યા નહોતા અને મુસાફરો તેમાં અટવાયા હતા.

આ સમાચાર પણ વાંચો : મલાડના ભાજપના નગરસેવિકા સેજલ પ્રશાંત દેસાઈનો પંચવર્ષીય કામના અહેવાલનું થયું પ્રકાશન

આ અગાઉ 27 જૂને થાણે(Thane)- CSMT  એસી લોકલ સવારે 9:03 વાગ્યે ઉપડી હતી. લોકલમાં અપેક્ષા કરતા વધુ મુસાફરો હતા. થાણેથી મસ્જિદ બંદર(masjid bandar) સુધીનો પ્રવાસ સરળ રીતે પસાર થયો. CSMT સ્ટેશન આવવાનું હોવાથી મુસાફરો આવીને દરવાજા પાસે ઊભા રહ્યા હતા. જોકે ટ્રેન સ્ટેશન(Train station) પર પહોંચી પણ દરવાજો ન ખૂલ્યો. લોકલ સ્ટેશન પર આવતાં જ મોટરમેન(Motor man) નીચે ઉતરીને ચાલવા માંડ્યો હતો. પરંતુ થોડા સમય પછી તેને ભાન થયું હતું કે દરવાજો ખુલ્યો નહોતો પછી પાછા આવીને તેણે દરવાજો ખોલ્યો હતો.
 

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version