Site icon

મુંબઈના ગેરકાયદે બાંધકામને લઈને ભાજપના નેતાનો મુખ્ય પ્રધાનને પત્ર-કરી આ માંગણી

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ગેરકાયદેસર(Illegal Construction) રીતે બાંધવામાં આવેલી બિલ્ડિંગો(Illegal Building) સામે રાજ્ય સરકારે(State Govt) તાત્કાલિક પગલાં લેવા જોઈએ એવી માગણી ભાજપે(BJP) મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને (CM Eknath Shinde) કરી છે.

Join Our WhatsApp Community

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ(Regional Vice President) કિરીટ સોમૈયાએ(Kirit Somaiya) મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પત્ર લખીને આવી ઇમારતોના નિર્માણમાં મદદ કરનારા અધિકારીઓ સામે પગલાં લેવાની પણ માંગણી કરી હતી.

ભાજપના નેતાએ સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના(Supreme Court) આદેશ પર રવિવારે નોઈડામાં(Noida) ગેરકાયદે ટ્વીન ટાવર(Illegal Twin Tower) તોડી પાડવામાં આવ્યા હતા. એ જ રીતે મુંબઈમાં અનેક ઈમારતો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી છે, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. કિરીટ સોમૈયાએ મુંબઈ મહાનગરપાલિકાના(BMC) ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરોની(Corrupt officials and builders) તપાસની માંગ પણ કરી છે.

આ સમાચાર પણ વાંચો : ગણેશમૂર્તિના વિસર્જન સમયે અહીં ડીજે વગાડ્યો અને ડાન્સ કર્યો તો ભક્તોની ખેર નથી- ગણેશમંડળોને  BMCએ આપી ચેતવણી- જાણો શું છે મામલો

કિરીટ સોમૈયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બિલ્ડીંગોમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારો ડરી ગયા છે. નોઈડાના કેસમાંથી પ્રેરણા લઈને, મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મુંબઈના હજારો ફ્લેટ માલિકોની ચિંતામાં ધ્યાનમા રાખીને યોગ્ય પગલાં લે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version