News Continuous Bureau | Mumbai
ઉનાળું વેકેશન શરૂ થાય એ પહેલા જ હવાઈ મુસાફરીમાં ઘસારો જોવા મળતા અનેક એરલાઇન્સ દ્વારા ફ્લાઈટની સંખ્યામાં વધારો કરવામાં આવે છે. દરમિયાન રાજકોટવાસીઓને વધુ એક સવારની મુંબઈ માટેની ફ્લાઇટ મળશે. ઈન્ડિગો બાદ હવે એર ઇન્ડિયા દ્વારા આગામી તારીખ 20 એપ્રિલથી સવારની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. તે માટે જાહેરાત કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈગરાઓ પાણી જરા સાચવીને વાપરો, શહેરમાં પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર આટલા ટકા જથ્થો બાકી..
20મી એપ્રિલથી એર ઈન્ડિયા રાજકોટ-મુંબઈ વચ્ચે નવી ફ્લાઈટનું સંચાલન શરૂ કરશે. ફ્લાઇટ રાજકોટ એરપોર્ટથી સવારે 6.45 કલાકે ઉપડશે. મુંબઈ ફલાઈટમાં ઉદ્યોગકારો-બિઝનેશમેનોની આવન-જાવન વધુ હોવાથી બિઝનેશ કલાસની માંગ વધુ હોવાથી એર ઈન્ડિયાએ 12 બિઝનેશ કલાસની ક્ષમતાવાળુ નીયો એરક્રાફ્ટ ઉડાડવા નિર્ણય લીધો છે.
ઇન્ડિગો એરલાઇન્સે પણ તાજેતરમાં બંને શહેરો વચ્ચે ફ્લાઇટ શરૂ કરી છે. હાલમાં રાજકોટ એરપોર્ટ પરથી 11 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ રહી છે, પરંતુ મુંબઈની આ બે ફ્લાઈટના ઉમેરા સાથે તે સંખ્યા વધીને 13 થઈ જશે.