Aircraft Crash: મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, આટલા પાઈલટ ઈજાગ્રસ્ત.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર અહીં..

Aircraft Crash Training aircraft crash in Maharashtra, 2 pilots injured.. Know complete details here..

News Continuous Bureau | Mumbai 

Aircraft Crash: મહારાષ્ટ્રમાં ટ્રેઇની એરક્રાફ્ટ ( Trainee Aircraft ) ક્રેશ થયું છે. મળતી માહિતી અનુસાર પુણે ( Pune ) જિલ્લાના ગોજુબાવી ( Gojubavi ) ગામ પાસે આ અકસ્માત થયો હતો. આ તાલીમી વિમાન દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. બંને ટ્રેઇની પાઇલટ  ( Trainee pilot ) છે. આ અકસ્માત ( accident ) આજે રવિવારે સવારે 7 વાગે થયો હતો.

એરક્રાફ્ટ ક્રેશ થયા બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ( Fire brigade personnel ) આવી પહોંચ્યા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

DGCA દ્વારા આ અકસ્માતની માહિતી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રેડ બર્ડ એકેડમીનું VT-RBT એરક્રાફ્ટ અકસ્માતનો ભોગ બન્યું છે. આ અકસ્માતમાં બંને પાયલટ ઘાયલ થયા છે, પરંતુ તેમની સ્થિતિ ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

વિમાન ગોજુબાવી ગામ પાસે પડ્યું હતું…

મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સવારે એક ટ્રેઈની વિમાન ક્રેશ થયું હતું. વિમાન ગોજુબાવી ગામ પાસે પડ્યું હતું. વિમાન ટ્રેનિંગ માટે લઈ જવામાં આવ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. ઘટના બાદ જોરદાર અવાજ સાંભળીને નજીકના ગામના લોકો ત્યાં પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોને કંઈ સમજાયું નહીં. બાદમાં લોકોએ સળગતું વિમાન જોયું. વિમાનના દુર્ઘટનાના સમાચાર ગામમાં વાયુ વેગે ફેલાઈ ગયા હતા. સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. માહિતી મળતા જ અધિકારીઓ અને પોલીસકર્મીઓ પહોંચી ગયા છે.

આ સમાચાર પણ વાંચો :  Nawaz Sharif: પાકિસ્તાન આવતા જ નરમ પડ્યા નવાઝ શરીફ, કહ્યું – આપણે ભારત સાથે સારા સંબંધો રાખવા પડશે.. જાણો બીજુ શું કહ્યુ શરીફે.. વાંચો વિગતે અહીં..

કહેવામાં આવી રહ્યું છે કે, વિમાન એક સ્થાનિક ખાનગી ટ્રેનિંગ કંપનીનું હતું. ઘટના સમયે વિમાનમાં ત્રણ લોકો સવાર હતા. આ વિમાનનું સંચાલન એક તાલીમાર્થી મહિલા પાઇલટ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

મહિલા પાયલોટની ઉંમર 22 વર્ષ છે. તેને ગંભીર ઈજાઓ થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વિમાનમાં સવાર અન્ય બે લોકો સુરક્ષિત છે. હાલ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.