News Continuous Bureau | Mumbai
મુંબઈને પાણી પુરવઠો(Water supply) કરનારા જળાશયોમાં(reservoirs) 88.50 ટકા પાણીનો સ્ટોક(Water stock) થઈ ગયો છે. રાજ્યના અમુક વિસ્તારમાં હજી પણ વરસાદ(rainfall) પડી રહ્યો છે, તેને કારણે ભાતસા બંધમાં(Bhatsa dam) પાણીનું સ્તર(Water level) વધી ગયું છે. તેથી બુધવારે બંધમાંથી પાણી છોડવામાં આવવાનું છે. તેથી ભાતસા બંધની નજીક આવેલા થાણે જિલ્લાના(Thane District) શાહપૂર(Shahpur) અને મુરબાડ(Murbad) તાલુકાના ગામ માટે એલર્ટ(Alert) જાહેર કરવામાં આવ્યું છે.
મુંબઈને પ્રતિદિન 3,850 મિલિયન લિટર જેટલો પાણી પુરવઠો કરવામાં આવે છે, તેમાંથી 50 ટકા પાણીપુરવઠો ભાતસા બંધમાથી કરવામા આવે છે. મુંબઈને પાણી પૂરું પાડનારા તમામ જળાશયોમાં રાજ્ય સરકારની(State govt) માલિકીનો ભાતસા બંધ સૌથી મોટો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં કોસ્ટલ રોડ માટે ટેટ્રાપોડ હટાવવું ભારે પડ્યું- મરીન લાઈન્સની આ ઈમારતમાં આવી રહી છે ધ્રુજારી- રહેવાસીઓએ BMCને લખ્યો પત્ર
હાલ રાજ્યના અનેક જિલ્લામાં હજી પણ વરસાદ પડી રહ્યો છે. તેથી ભાતસામાં પાણીની આવક(Water revenue) સતત વધી રહી છે. બંધના કેચમેન્ટ એરિયમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. તેથી બંધના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંધના દરવાજા ખોલવામાં આવે તો પાણીને કારણે બંધની નજીક આવેલા ગામમાં પૂરનું સંકટ છે. તેથી પ્રશાસને આજુબાજુના ગામ માટે ચેતવણી જાહેર કરી છે.
આ દરમિયાન મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં 88.50 ટકા પાણીનો સ્ટોક(Water stock) થઈ ગયો છે. 2021ની સાલમાં આ જ સમયે જળાશયોમાં 33.22 ટકા પાણી હતું. તો 2020ની સાલમાં જળાશયોમાં 27.47 ટકા પાણી હતું.
મુંબઈને આખું વર્ષ પાણીકાપ(Watercut) વગર પાણી પુરવઠો કરવા માટે પહેલી ઓક્ટોબરના જળાશયમાં 14.47 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો જરૂરી છે. હાલ જળાશયોમાં 12,80,863 મિલિયન લિટર જેટલું પાણી છે.