News Continuous Bureau | Mumbai
દક્ષિણ મુંબઈ(South Mumbai)માં મોટા પાયા પર કોસ્ટલ રોડ(coastal road)નું કામ ચાલી રહ્યું છે. પરંતુ કોસ્ટલ રોડના કામ માટે મરીન લાઈન્સ(Marine lines)ના કિનારા પર રહેલા ટેડ્રોપોડ(Tetrapods) હટાવવાને કારણે અહીંની અનેક ઈમારત સામે જોખમ ઊભું થઈ ગયું છે. ટેડ્રોપોડ્સ હટાવી દેવાને કારણે દરિયા(ocean)માં ભરતી(high tide) સમયે આવતા કિનારા પર અથડાતા મોજાઓને કારણે ઈમારતોમાં ધ્રુજારી આવી રહી છે, તેનાથી રહેવાસીઓનું ટેન્શન વધી ગયું છે.
મરીન લાઈન્સમાં જી અને એફ રોડ વચ્ચે આવેલી શ્રીનિકેતન અને ગોવિંદ મહલ બિલ્ડિંગમાં ભરતી સમયે ભારે ધ્રુજારીઓ આવી રહી છે. આ રેસિડેન્ટસ અસોસિએશને પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ (BMC commissioner Iqbal singh Chahal)સહિત મુંબઈ કોસ્ટલ રોડના પ્રોજેક્ટ ઈનચાર્જ અશ્વિની ભીડે(Ashwini Bhide)ને આ બાબતે ફરિયાદ કરતો પત્ર પણ લખ્યો છે.
ઈમારતના રહેવાસીઓએ કરેલી ફરિયાદ મુજબ પાલિકાએ 10.58 કિલોમીટરના લાંબા કોસ્ટલ રોડના કામ માટે પ્રિન્સેસ સ્ટ્રીટ અને વરલી સી ફેસ વચ્ચેથી ટેડ્રોપોડસ હટાવી લીધા છે. કોંક્રીટના બનેલા આ વિશાળ ટેડ્રોપોડ્સ હટાવવાને કારણે ભરતી સમયે દરિયાના મોજા હવે સીધા મરીન લાઈન્સ ની પાળ સાથે અથડાય છે, ત્યારે દરિયા કિનારા પર આવેલી આ ઈમારતોમાં ધ્રુજારી આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : અનાજ પરના GST લઈને મહારાષ્ટ્રના વેપારીઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કરી આ રજૂઆત-વેપારીઓને ઘટતું કરવાનું આશ્વાસન
રહેવાસીઓની ફરિયાદ બાદ અશ્વિની ભીડેએ કોસ્ટલ રોડની ટીમને આ બાબતે તપાસ કરવા જણાવ્યું છે. ભીડેના જણાવ્યા મુજબ કોસ્ટલ રોડ કોન્ટ્રેક્ટરે ધ્રુજારી માપક યંત્ર બેસાડયા છે.
મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ મરીન લાઈન્સ પર આવેલી લગભગ 67 વર્ષ જૂની ઈમારતના રહેવાસીઓએ પાલિકાને ફરિયાદ કરી હતી, તે મુજબ શનિવારે બપોરના મોટી ભરતી હતી. એ દરમિયાન અડધો કલાકમાં જ વીસ વખત ઝટકા આવ્યા હતા. મોજા જેટલી વાર મરીન ડ્રાઈવની પાળને અફળાતા હતા, એટલી વખત ઈમારત ધ્રુજતી હતી. બિલ્ડિંગના પાયાને પણ તેને કારણે નુકસાન થવાનો ડર છે.