ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જુલાઈ 2021
સોમવાર
ટ્યૂશન ફી સહિત તમામ શૈક્ષણિક ફીમાં 50 ટકા નહીં, પણ સંપૂર્ણ માફી તથા અન્ય માગણીઓ સાથે સોમવારે મુંબઈમાં આઝાદ મેદાનમાં ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશનના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉચ્ચ તંત્ર શિક્ષણપ્રધાન ઉદય સાંમતે હજી 29 જૂનના જ શૈક્ષણિક ફી માફી કરવા સંદર્ભની જાહેરાત કરી હતી. જોકે ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશન તેમ જ વિદ્યાર્થીઓને એ માન્ય ન હોવાનું તેમણે ક્હ્યું હતું. તેમ જ પોતાની માગણીઓ સાથે તેઓએ આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કર્યાં હતાં.
ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશનના કોરાનાની પરિસ્થિતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ફીની માફીની માગણી કરી હતી. એ માટે 28 જૂનના તેમણે રાજ્યવ્યાપી આંદોલન પણ કર્યું હતું. એથી તેમના આંદોલનની 29 જૂન, 2021ના રોજ દખલ લેવામાં આવી હતી. એ મુજબ ગ્રાન્ટેડ અને નૉન ગ્રાન્ટેડ તેમ જ કાયમી નૉન ગ્રાન્ટેડ કૉલેજોની જિમખાનાની ફી, વિવિધ ઉપક્રમ, કૉમ્પ્યુટર, સ્પૉર્ટ્સ, મેડિકલ હેલ્પ, મૅગેઝિન વગેરેની ફી માફ કરવાનો અને પ્રયોગશાળા અને લાઇબ્રેરીની ફીમાં 50 ટકા રાહત આપવાની સરકારે જાહેરાત કરી હતી. જોકે તેનાથી વિદ્યાર્થીઓને કંઈ ખાસ લાભ થશે નહીં એવો દાવો ઑલ ઇન્ડિયાએ કર્યો હતો. વિદ્યાર્થીઓને 50 ટકા નહીં, પણ સંપૂર્ણ ફીમાં માફી જોઈતી હોવાની માગણી તેમણે કરી હતી.