News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઇમાં નવરાત્રીની(Navratri) ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. ખેલૈયાઓ ઉત્સાહ ભેર દરરોજ ગરબાની(garba) રમજટ બોલાવી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આ વખતે મુંબઈમાં બેને બદલે ત્રણ દિવસ 12 વાગ્યા સુધી રમવાની છૂટ સરકારે આપી છે.. તેથી આ વખતેની નવરાત્રીમાં વધુ ઉત્સાહની લાગણી છલકાઈ છે..
નવરાત્રિમાં બેને બદલે ત્રણ દિવસ સુધી વધુ સમય માટે રમવાની છૂટ મળે એ માટે ભાજપના નેતા પ્રવીણ દરેકરે ગુરુવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને(Eknath Shinde) આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે શિંદે સરકારે હકારાત્મક વલણ દાખવ્યું છે. નવરાત્રિમાં એક દિવસ વધુ રમવાની છૂટ આપવાની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: હમાસ-પુતિન પર બાયડનના પ્રહાર, કહ્યું ‘બંને લોકતંત્રના દુશ્મન, US માટે યુક્રેન-ઈઝરાયલ સૌથી મહત્વના’..
ત્રણ દિવસ 12 વાગ્યા સુધી ગરબાની રમજટ જામશે…..
લાંબા સમયથી આવી માગણીઓ થતી રહી છે, મહાવિકાસ આઘાડી સરકારે આ અંગે ક્યારે પણ પહેલ નહોતી કરી, પણ જ્યારથી શિંદે સરકાર આવી છે ત્યારથી તેઓ માતાજીના ભક્તો માટે હકારાત્મક વલણ અપનાવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે પણ બે દિવસની છૂટને ચાર દિવસની કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી, પણ સરકારે ત્રણ દિવસની છૂટ આપી હતી..
આ વર્ષે પણ ખેલૈયાઓ ત્રણ દિવસ વધુ સમય માટે ગરબા રમી શકે એ માટે ભાજપના(BJP) પ્રવીણ દરેકરે મુખ્ય પ્રધાનને ગુરુવારે આવેદન પત્ર આપ્યું હતું. એકનાથ શિંદેએ આ બાબતને ધ્યાનમાં લીધી હતી અને વધુ એક દિવસ વધુ સમય માટે રમવાની પરવાનગી આપવાની જાહેરાત કરતા ખૈલયાઓમાં ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે.
તેથી મુંબઈમાં હવે માત્ર રવિવાર અને સોમવારને બદલે શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ 12 વાગ્યા સુધી ગરબાની રમજટ જામશે.. આ સમાચારથી ખેલૈયાઓમાં વધુ ઉત્સાહ અને ઉમંગોની લાગણી છવાશે..