News Continuous Bureau | Mumbai
Navratri: લોકલાડીલા લોકસેવક અને ભારતીય જનતા પાર્ટીના ( BJP ) નેતા શ્રી મૂરજીભાઇ પટેલ ( Murjibhai Patel ) પ્રસ્તુત ‘છોગાળા રે નવરાત્રિ 2023’ને ( chogada re navratri 2023 ) અંધેરી-પૂર્વનાં ( Andheri ) નગરવાસીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે વધાવી લીધી છે. સતત બીજા દિવસે પણ ખેલૈયાઓની ભીડથી હૉલી ફેમિલી ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ ગયું હતું. કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત લોકગાયિકા ગીતા રબારીના ( Geeta Rabari ) સ્વરો પર 10 હજાર ગરબારસિકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ નવરાત્રિને જોવા ને સાંભળવા માટે પણ મુંબઈના ખૂણે-ખૂણેથી માનવ મહેરામણ ઊમટી પડયું હતું.

Amazing response from garba players to Moorjibhai Patel’s dazzling Navratri
અયોધ્યાના રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન 3D ડાયમેન્શન સ્ટેજ ડેકોરેશન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જે કારણે ફક્ત ગુજરાતીઓ જ નહીં, સમગ્ર હિંદુઓમાં અંધેરીની આ થીમ આધારીત નવરાત્રિ નો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે ચિક્કાર ભીડ છતાં મૂરજીભાઈ પટેલના મજબૂત આયોજનને લીધે ખેલૈયાઓને કોઈ અસુવિધા પડી નહોતી.
આ સમાચાર પણ વાંચો : Western Railway : પશ્ચિમ રેલવે ચલથાણ-ગંગાધરા સ્ટેશન વચ્ચે આ તારીખે કરશે બ્લોકનું સંચાલન, આ ટ્રેનોને થશે અસર.
વર્ષોથી અંધેરી પૂર્વ વિસ્તારના લોકો માટે ખડે પગે કાર્યરત મૂરજીભાઈ પટેલ ને તેમના પત્ની કેસરબેન પટેલે હંમેશા સ્થાનિક રહેવાસીઓની સંવેદનાને માન આપ્યું છે ને ‘છોગાળા રે’ નવરાત્રિનું આયોજન કરીને તેમણે આ વિસ્તારને નવી ઓળખ આપવાની શરૂઆત કરી છે. આ આઈકૉનિક નવરાત્રિને કારણે અંધેરી પૂર્વનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો છે.

Amazing response from garba players to Moorjibhai Patel’s dazzling Navratri
ગઈકાલે લોકગાયિકા ગીતા રબારીના મીઠા ને દેશી રણકાએ હાજર રહેલાં સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચીફ ગેસ્ટ તરીકે ભાજપના વરિષ્ઠ નેતા મંગલ પ્રભાત લોઢા, આશિષ શેલાર સહિત અનેક નામાંકિત હસ્તીઓએ નવરાત્રિના બીજે દિવસે હાજરી આપી હતી.