News Continuous Bureau | Mumbai
Chogada Re Navratri: વર્ષોથી અંધેરી-પૂર્વનો ( Andheri ) વિસ્તાર ઑફિસ સ્પેસ તરીકે જાણીતો છે, પણ ગઈકાલે મુરજીભાઈ પટેલ ( Murjibhai Patel ) આયોજિત ‘છોગાળા રે નવરાત્રિ ઉત્સવ-2023’ની શાનદાર શરૂઆત થતાં જ જાણે આ ક્ષેત્રમાં પ્રાણ ફૂંકાયો ને આખો વિસ્તાર કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત લોકગાયિકા ગીતા રબારીના ( Geeta Rabari ) પારંપરિક ગરબાના ( Garba ) તાલે થનગની ઊઠયો હતો. હોલી ફેમિલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ નવરાત્રિમાં (Navratri ) સામેલ થવા મુંબઈના ખૂણે-ખૂણેથી લોકો ઊમટી પડ્યા હતા. ઘાટકોપર, વિક્રોલી, મુલુંડ જેવાં પૂર્વીય ઉપનગર ને બાંદ્રા, સાંતાક્રુઝ, વિલેપાર્લા, અંધેરી અને જોગેશ્વરી જેવાં પશ્ચિમી ઉપનગરના હજારો લોકો આ નવરાત્રિમાં સામેલ થયા હતા.
પહેલીવાર મુંબઈગરાઓને થીમ આધારિત નવરાત્રિનો લહાવો માણવા મળ્યો. લોકલાડીલા લોકસેવક ને ભારતીય જનતા પાર્ટીના નેતા મુરજીભાઈ પટેલ આયોજિત ‘છોગાળા રે’ નવરાત્રિમાં અયોધ્યાના રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન 3D ડાઇમેન્શન સ્ટેજ ડેકોરેશનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. માત્ર ગુજરાતીઓમાં જ નહીં, તમામ હિંદુ સમુદાયમાં આ નવરાત્રિને લઈને અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. આખું ગ્રાઉન્ડ જય અંબે અને જય શ્રીરામના જયજયકારથી ગુંજી ઊઠયું હતું.

Geeta Rabari in Murjibhai Patel’s Chogada Re Navratri, a new super hit Navratri in Mumbai.
રામમંદિરના સાંનિધ્યમાં ને ગીતા રબારીના લોકગીતોના સૂર અને તાલની સંગતમાં દસ હજાર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. સિટિંગ એરિયામાં પણ હજારથી વધુ લોકોએ બેસીને કાર્યક્રમની મોજ માણી હતી. લોકગાયિકા ગીતા રબારીની હાજરી ને રામ મંદિરની થીમના ડેકોરેશનને કારણે આખું વાતાવરણ દૈવીય ભાસતું હતું. સ્ટેજ પર ગીતાબેન સાથે…. કલાકારો એ પણ લોકો ને પોતાના ગીતોથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. મુરજીભાઈ પટેલના પરિવારજનોએ પહેલાં નોરતાની આરતી ઉતારી હતી. ચીફ ગેસ્ટ તરીકે——- કિરીટ સોમૈયા અને રામદાસ આઠવલે સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપીને નવરાત્રિની શોભા વધારી દીધી હતી.

Geeta Rabari in Murjibhai Patel’s Chogada Re Navratri, a new super hit Navratri in Mumbai.
આ સમાચાર પણ વાંચો : Navratri: મૂરજીભાઈ પટેલની ચમકદાર નવરાત્રિને ખેલૈયાઓનો જબરદસ્ત પ્રતિસાદ, ગ્રાઉન્ડ ફૂલ
ટૂંકમાં કહીએ તો આબાલ-વૃદ્ધ સૌ એ મળીને અંધેરી પૂર્વની આ પહેલી નવરાત્રિને ઉમળકાભેર વધાવી લેતાં આ પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ આધારિત નવરાત્રિનું આયોજન પહેલાં દિવસે જ હાઉસફૂલ રહ્યું હતું.