ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
મુકેશ અંબાણી ના ઘર 'એન્ટિલિયા 'ની બહાર સ્કોર્પિયો ગાડીમાં મુકાયેલા વિસ્ફોટકો સંદર્ભે તપાસ માં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. સૌ પ્રથમ સ્કોર્પિયો ગાડીના માલિક મનસુખ હિરેન બાબત જાણકારી મળી, તેના મૃત્યુ બાદ પોલીસ અધિકારી સચિન વઝે ની ધરપકડ થઈ. ત્રીજા તબક્કામાં સફેદ રંગની ઈનોવા ગાડી મળી અને હવે ઈનોવા ગાડી માંથી પી પી ઈ કીટ પહેરીને બહાર આવેલી વ્યક્તિ સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારીઓ બહાર આવી રહી છે.
એવું લાગી રહ્યું છે કે આ પી પી ઈ કીટ પહેરીને બહાર આવેલી વ્યક્તિ બીજું કોઈ નહિ પણ સચિન વઝે પોતે જ છે હજુ આ વિષયમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને સચિન એનઆઈએની ગિરફત માં છે.
સચિન વઝે પર સરકારે આ કડક પગલું લીધું. શિવસેનાની આબરૂના લીરા ઉડી ગયા….
આ તબક્કે સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તેને આધારે મીડિયામાં એવા સમાચાર વહેતા થયા છે કે ઈનોવા ગાડીમાંથી પી પી ઈ કીટ પહેરીને બહાર આવેલી વ્યક્તિ સચિન વઝે પોતે જ હતા.