News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Home minister Amit Shah)ની બહુચર્ચિત મુંબઈ(Mumbai visit) ની મુલાકાત પૂરી થઈને તેઓ દિલ્હી(Delhi) પાછા પહોંચી ગયા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમણે એક ટ્વીટ(Tweet) કરી હતી. આ ટ્વીટમાં તેમણે શિંદે-ફડણવીસની જોડીના કામના તો વખાણ કર્યા હતા. એ સાથે જ આગામી મુંબઈ મહાનગરપાલિકા(BMC Election)ની ચૂંટણી ભાજપ(BJP) જ બહુમતીએ જીતશે એવું કહ્યું હતું. તેમની આ ટ્વીટે સૌ કોઈની ભ્રમર ઊંચી કરી નાખી છે.
સોમવારે મુંબઈની મુલાકાત દરમિયાન અમિત શાહે લાલબાગચા રાજા(Lalbagcha Raja)ની સાથે જ મુંબઈના અમુક મહત્વના ગણેશમંડળો(Ganesh mandal) ના ગણપતિબાપ્પાના દર્શન કર્યા હતા. બાદ તેઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે(CM EKnath Shinde)ના ઘરના તથા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Deputy CM Devendra Fadnavis)ના ઘરના ગણપતિના દર્શન કર્યા હતા. મુંબઈની મુલાકાત દરમિયાન ભાજપના નેતા, મંત્રી અને પદાધિકારીઓને માર્ગદર્શન કર્યું હતું. બેઠકમાં અમિત શાહે શિવસેના(Shivsena) પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. શિવસેનાએ ભાજપને દગો આપ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. ત્યારબાદ મુંબઈની મુલાકાત પતાવી તેઓ દિલ્હી પાછા ફર્યા હતા અને ટ્વીટ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : સાયરસ મિસ્ત્રીનો એકસીડન્ટ પછીનો છેલ્લો વિડીયો આવ્યો સામે- અકસ્માતમાં કારના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો- જુઓ વિડિયો
ટ્વીટમાં અમિત શાહે કહ્યું હતું કે “મુંબઈમાં ભાજપ સાંસદ, ધારાસભ્ય અને નગરસેવક સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની જોડી જનતાના હિતને સમર્પિત કામ કરી રહી છે. જનતા NDAએ સાથે છે. મને વિશ્ર્વાસ છે કે આગામી BMCની ચૂંટણીમાં NDA ભારે બહુમતીએ વિજયી થશે.”