News Continuous Bureau | Mumbai
Malad Mith Chowky : મલાડ પશ્ચિમમાં મીઠ ચોકી ( Mith Chowky ) પર બાંધવામાં આવી રહેલા પુલ વિશેનો એક વિડીયો વાયરલ થયો છે. તે વિડીયો નિર્માણાધીન પૂલનો છે. તેમજ, હાલ તે અડધો બન્યો છે. આ વિડીયો વાયરલ થવાથી લોકોના મનમાં પ્રશ્ન ઉઠ્યો છે કે શું આ પુલ ખરેખર ઉપયોગી થશે કે કમ. હવે આ સંદર્ભે અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ નવા પુલને ( Flyover ) 3.5-મીટરની મંજૂરી મળશે અને તે હળવા મોટર વાહનો (LMV) માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે મિઠ ચોકી પર કાયમ ટ્રાફિક ( Mith Chowky Traffic ) રહે છે. અહીં ચાર મોટા રસ્તાઓનું જંકશન છે. જે મઢ, કાંદિવલી, બોરીવલી, અંધેરી અને વર્સોવાથી ભારે ટ્રાફિક લઈ આવે છે. અહીં ટ્રાવેલર્સને સિગ્નલ પાર કરવા લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આથી અહીં 800-મીટર T-આકારના ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે, જે હળવા વાહનો માટે કામ કરશે. યોજના મુજબ, ફ્લાયઓવરનો એક છેડો મલાડ સ્ટેશન – વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ( Western Express Highway ) તરફ જશે જ્યારેકે બીજો છેડો અંધેરી તરફ જશે. આમ આ ફ્લાયઓવર બનતાની સાથેજ માર્વે રોડ ( Marve Road ) થી આવતો ટ્રાફિક બધાને બાયપાસ કરશે અને ટ્રાફિક સરળ રીતે આગળ વધી શકશે
આ સમાચાર પણ વાંચો : MPox Virus: કોરોના પછી એમ-પોક્સની વોર્નિંગ, 116 દેશોમાં ઝડપથી ફેલાયો રોગ જોણે લક્ષણો શું છે?