News Continuous Bureau | Mumbai
અંધેરી પૂર્વ(Andheri east) વિધાનસભા મતવિસ્તારના વર્તમાન શિવસેના ધારાસભ્ય(Shiv sena MLA) રમેશ લટકે(Ramesh Latke) નું હાર્ટ એટેક(Heart Attck)થી નિધન થયું છે.
મળતી માહિતી મુજબ 52 વર્ષની ઉંમરે દુબઈ(Dubai)માં તેમણે અંતિમ શ્વાસ લીધા.
કહેવામાં આવી રહ્યું છે કે રમેશ લટકે એક પરિચિતને મળવા દુબઈ ગયા હતા.
શિવસેનાના વિધાનસભ્યના નિધનના સમાચારથી પાર્ટીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
રમેશ લટકે પ્રથમ વખત 2014માં અંધેરી પૂર્વથી કોંગ્રેસ(Congress)ના સુરેશ શેટ્ટીને હરાવીને મહારાષ્ટ્ર વિધાનસભા(Maharashtra assembly)માં ચૂંટાયા હતા.
આ સિવાય તેઓ ઘણી વખત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો: કોરોના રિટર્ન: કેસો વધતાં રેલ વિભાગે લીધો મોટો નિર્ણય, મુસાફરી દરમિયાન આ નિયમનું પાલન કરવું ફરજિયાત બનાવ્યું..