225
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સતત વરસી રહેલા મુશળધાર વરસાદને(Heavy rain) પગલે ફરી એક વખત અંધેરી સબ-વે(Andheri subway) પાણીમાં ડૂબી ગયું છે. તેથી અંધેરી સબ વેને ટ્રાફિક(Traffic) માટે બંધ કરી દેવામાં આવ્યો હોવાની મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic Police) ટ્વીટ કરી છે.
મુંબઈમાં આખી રાત પડેલા વરસાદને કારણે સવારના નીચાણવાળો વિસ્તાર ગણાતા અંધેરી, સબ-વેમાં બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. તેથી ટ્રાફિક પોલીસે અંધેરી સબ-વેને ટ્રાફિક માટે બંધ કરી દીધો છે. ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા(Social media) પર તેની લગતી ટ્વીટ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર- આજથી મુંબઈ માટે મુસીબત શરુ થાય છે- આગામી 6 દિવસ ભારે વરસાદ થઈ શકે છે અને તમામ દિવસ મોટી ભરતી છે- જાણો આનો અર્થ શું છે
હાલ સબ-વેમાં પાણી ભરાયા હોવાથી અહીંનો ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિકને એસ.વી. રોડ(SV Road) અને ડી.એન.નગર(DN Nagar) ચોકી પાસેથી ટ્રાફિક ડાયવર્ટ(Traffic divert) કરવામાં આવ્યો છે.
You Might Be Interested In