News Continuous Bureau | Mumbai
આંગડિયા ખંડણી વસૂલી કેસમાં મુંબઈ પોલીસે ડીસીપીને વોન્ટેડ આરોપી તરીકે જાહેર કર્યા છે. આંગડિયાઓની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે ગયા મહિને ત્રણ પોલીસકર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. આંગડિયાઓ કરેલી ફરિયાદ મુજબ સ્થાનિક પોલીસ તેમની પાસેથી પૈસાની માંગ કરી રહી છે.
મુંબઈ પોલીસે મંગળવારે ડીસીપી સૌરભ ત્રિપાઠીને આંગડિયા ખંડણી કેસમાં વોન્ટેડ આરોપી તરીકે નામ જાહેર કર્યું હતું, જેમાં ત્રણ પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય સર્વિસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ ધરપકડ કરાયેલા ત્રણ પોલીસકર્મીઓમાંથી એક ઇન્સ્પેક્ટર ઓમ વનગેટની પૂછપરછના આધારે પોલીસે તેનું નામ આરોપી તરીકે આપ્યું હતું. વનગેટને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની પોલીસ કસ્ટડી 19 માર્ચ સુધી લંબાવી હતી.
આંગડિયા એસોસિએશન ઓફ ભુલેશ્વર ફરિયાદ નોંધાવી હતી કે સ્થાનિક પોલીસ તેમની પાસેથી પૈસાની માંગ કરી રહી છે. તેમની ફરિયાદમાં, આરોપ લગાવ્યો હતો કે DCP ત્રિપાઠીએ તેમનો વ્યવસાય ચલાવવા માટે તેમની પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
જ્યારે ફરિયાદમાં ત્રિપાઠીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે શરૂઆતમાં એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાંથી ત્રણ પોલીસકર્મીઓ સામે ગુનો નોંધ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્રને આ કેસમાં મળી રાહત, સેશન્સ કોર્ટે મંજૂર કર્યા આગોતરા જામીન; જાણો વિગતે
તપાસ કરી રહેલા વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ વાનગેટની પૂછપરછ દરમિયાન ડીસીપી ત્રિપાઠીએ આંગડિયાઓ પાસેથી પૈસા વસૂલવા માટે મૌખિક આદેશો આપ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. સિવાય ફરિયાદીએ પણ ત્રિપાઠીના નામનો ઉલ્લેખ કર્યો હતો. અત્યાર સુધીની તપાસના આધારે ડીસીપીના આદેશ પર આંગડિયાઓને ખંડણી માટે હેરાન કરવામાં આવતા હોવાનું જણાઈ આવ્યું છે. રિમાન્ડ અરજીમાં તેનુ વોન્ટેડ આરોપી તરીકે નામ આપ્યું છે.
FIR દાખલ થયા બાદ ત્રિપાઠીની ઝોન II માંથી DCP (ઓપરેશન્સ)માં બદલી કરવામાં આવી હતી. જો કે, ત્યારથી, તે સીક લીવ પર ઉતરી ગયા છે. તેઓ કયા છે તે વિશે કોઈને જાણ નથી.
એક અખબારના અહેવાલ મુજબ ગયા નવેમ્બરમાં ભુલેશ્વરમાં આંગડિયા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, એક મીટિંગ દરમિયાન, એસોસિએશનના પ્રમુખે આંગડિયાઓને જાણ કરી હતી કે નવા ડીસીપી (ત્રિપાઠી) દર મહિને 10 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. એ સમયે આંગડિયાઓએ ડીસીપીની માંગણી સંતોષવાનો ઈન્કાર કરી દીધો હતો.