ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન ૨૦૨૧
ગુરુવાર
બાળકો દ્વારા ડ્રગ્સની દાણચોરી કરવા બદલ સોહિલ શેખની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. NCBએ મંગળવારે મોડી રાત્રે અંધેરી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને સોહિલની ધરપકડ કરી હતી.NCBએ તેની પાસેથી ૧૬૦ ગ્રામ MD કબજે કર્યું છે, પરંતુ તેનો અન્ય સાથી ફિરોઝ ફરાર થઈ ગયો છે.
NCB છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં ડ્રગના અડ્ડા પર ત્રાટક્યું છે. આ કાર્યવાહીના પરિણામરૂપે, પેડલર્સ હવે બાળકોને ડ્રગની હેરાફેરી માટે વાપરી રહ્યા છે. NCBને બાતમી મળી હતી કે અંધેરી વિસ્તારમાં કેટલાક પેડલર્સ બાળકો દ્વારા ડ્રગ્સની દાણચોરી કરી રહ્યા છે. આ માહિતી બાદ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ટીમે અંધેરી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને સોહિલની ધરપકડ કરી હતી. સોહિલ બાળકોનો ઉપયોગ ડ્રગની હેરાફેરી માટે કરતો હતો. NCBનાં સૂત્રોએ બાતમી આપી હતી કે તેનાં30-40 બાળકો ડ્રગ હેરાફેરી માટે કામ કરે છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પડઘમ : કૉન્ગ્રેસે ચૂંટણી આયોગ પાસે શું માગણી કરી?
ઑપરેશન દરમિયાન સોહિલનો સાથી ફિરોઝ નાસી છૂટ્યો હતો અને NCB તેની શોધ રહી છે. ફિરોઝ કેટલીક વખત ડ્રગની હેરાફેરીના બદલામાં બાળકોને પૈસા આપે છે અને કેટલીક વખત કેટલાંક બાળકોને ડ્રગ આપે છે. NCBએ સોહિલ વિરુદ્ધ ડ્રગ્સની હેરાફેરીનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.