News Continuous Bureau | Mumbai
Antilia bomb scare case: મનસુખ હિરેન હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. જેના કારણે મહારાષ્ટ્ર પોલીસના પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને રાહત મળી છે. હાલ પ્રદીપ શર્મા હત્યાના કેસમાં જેલમાં છે.
પ્રદીપ શર્મા વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએસ બોપન્નાની બેંચમાં ચાલી રહી હતી. જેમાં જજે સુનાવણી પૂર્ણ કરતાં ચુકાદો અનામત રાખ્યો હતો. જેના પર 23 ઓગસ્ટે આદેશ આવ્યો છે.
માનવતાના ધોરણે જામીન
પ્રદીપ શર્મા છેલ્લા બે વર્ષથી જેલમાં છે. દરમિયાન તેમની પત્નીની તબિયત લથડી હતી. તેમણે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવી હતી. પરંતુ, તેનાથી તેમની મુશ્કેલી વધી છે. આથી પ્રદીપ શર્માએ બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે માનવતાના આધારે પ્રદીપ શર્માને જામીન આપ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3 Moon Landing : ચંદ્ર પર લેન્ડિંગનું કાઉન્ટડાઉન શરુ, જુઓ લેન્ડિંગ પહેલા ISROના કમાન્ડ સેન્ટરમાં કેવો છે માહોલ..
ઈન્ટિલિયા કેસમાં આરોપી
મનસુખ હિરેન હત્યા કેસમાં પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. 2021 માં, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલું વાહન પાર્ક કરવામાં આવ્યું હતું. આ વાહન થાણેના રહેવાસી મનસુખ હિરેનનું હતું. થોડા દિવસો બાદ મનસુખ હિરેનનો મૃતદેહ થાણેની ખાડીમાંથી મળી આવ્યો હતો. આ હત્યાની તપાસમાં મુખ્ય આરોપી સચિન વાઝે સાથે પ્રદીપ શર્માનું નામ પણ સામે આવ્યું હતું.