ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
આર્યન ખાન સાથે સંબંધિત ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિવાદમાં છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં આર્યન ખાન સાથે સેલ્ફી લેનાર કેપી ગોસાવી તથા સમીર વાનખેડે એકસાથે જોવા મળી રહ્યા છે. ક્રૂઝ પર 2 ઑક્ટોબરે દરોડા પાડવામાં આવ્યા હતા. વાયરલ તસવીરો 3 ઑક્ટોબરની છે. આ તસવીરો NCB ઑફિસની છે.

આ ફોટામાં સમીર વાનખેડે ખુરશી પર બેઠેલા જોવા મળે છે, જ્યારે કિરણ ગોસાવી અને રાષ્ટ્રીય પાર્ટીનો એક કાર્યકર પણ તેમની પાછળ દેખાઈ રહ્યો છે. આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે ક્રૂઝ પર ડ્રગ રેઇડ દરમિયાન કિરણ ગોસાવી અને રાષ્ટ્રીય પાર્ટીનો કાર્યકર બંને સમીર વાનખેડે સાથે હાજર હતા. એટલું જ નહીં, કિરણ અને રાષ્ટ્રીય પાર્ટીનો કાર્યકર NCB ઑફિસના કેટલાક ફોટામાં પણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેપી ગોસાવી આ કેસમાં સાક્ષી છે.

શૉકિંગ! પોલિસીના 37.5 કરોડ લેવા માટે આ વ્યક્તિએ ઘડ્યું આવું કાવતરું, નિર્દોષનો લીધો જીવ
કેસમાં સાક્ષી તરીકે આગળ આવેલા કિરણ ગોસાવી અને પ્રભાકર સેલ વચ્ચેની વ્હૉટ્સઍપ ચૅટ પણ પ્રકાશમાં આવી છે. આ ચૅટ 3જી ઑક્ટોબરની છે. એમાં કેપી ગોસાવી કહે છે, 'હાજી અલી જા અને મેં જે કામ આપ્યું છે, તે પૂરું કર. ત્યાર બાદ ઘરે જજે. દરવાજાને લૉક કરીને બારીમાંથી ચાવી ફેંકજે.'

આ સાક્ષીએ એવો આક્ષેપ કર્યો છે કે NCBના એક અધિકારી અને કેટલાક અન્ય લોકોએ મળીને આર્યનના છુટકારા માટે 25 કરોડ માગ્યા હતા. તેણે એવી પણ ચર્ચા સાંભળી હતી કે 18 કરોડ રૂપિયામાં સોદો નક્કી થઈ ગયો છે, જેમાંથી 8 કરોડ રૂપિયા NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આપવાનું નક્કી થયું છે.

ઉલ્લેખનીય છે કે છેતરપિંડીના કેસમાં ગોસાવી લાપતા છે. ગોસાવી વિરુદ્ધ વર્ષ 2018માં પુણેના ફરસાખાના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધાયા બાદથી આરોપી ગોસાવી ફરાર છે અને પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે.

NCBનો સાક્ષી કિરણ ગોસાવી ફરાર થઈ ગયો છે અને તેણે કહ્યું હતું કે તે મુંબઈમાં ડરી ગયો હતો. કિરણ ગોસાવીએ એક વીડિયો ક્લિપમાં કહ્યું હતું કે તે ઉત્તર પ્રદેશમાં આત્મસમર્પણ કરશે. પરંતુ હજુ સુધી કિરણ ગોસાવીએ આત્મસમર્પણ કર્યું નથી. કિરણ ગોસાવી લખનૌમાં છુપાયા હોવાની જાણ થતાં જ મહારાષ્ટ્ર પોલીસની એક ટીમ લખનૌ જવા રવાના થઈ ગઈ હતી.

આ દરમિયાન NCBના ડેપ્યુટી જનરલ જ્ઞાનેશ્વર સિંહે કહ્યું હતું કે, 'હું સમીર વાનખેડે વિરુદ્ધના આરોપોની તપાસ પર દેખરેખ રાખું છું.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સમીર વાનખેડે તેમની પોસ્ટ પર રહેશે? તો જ્ઞાનેશ્વરે જવાબ આપ્યો હતો કે હાલમાં આ અંગે કોઈ વાત કરવી બહુ વહેલી છે. હજી તો તપાસ શરૂ કરી છે. સમીર વાનખેડે મંગળવાર, 26 ઑક્ટોબરના રોજ દિલ્હી NCB હેડક્વાર્ટર્સમાં રિવ્યુ મિટિંગમાં હાજર રહેશે.

હેં! સરદાર ઉધમ સિંહ ફિલ્મની એન્ટ્રી આ કારણથી ઓસ્કારમાં રીજેક્ટ કરવામાં આવી.. જાણો વિગત…