ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
કોરોનાનો આંતક વધી રહ્યો છે. અનેક રાજ્યમાં લોકડાઉનની સાથે જ અનેક પ્રકારના નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. ત્યારે IRCTCએ પણ મુંબઈથી અમદાવાદ દોડતી તેજસ એકસપ્રેસની ફ્રીકવન્સી ઘટાડી દેવાની જાહેરાત કરી છે.
IRCTCએ બહાર પાડેલી સૂચના મુજબ ટ્રેન નંબર 82902/82901 અમદાવાદ-મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ હવે અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ દોડશે. અત્યાર સુધી તેજસ એક્સપ્રેસ અઠવાડિયામા પાંચ દિવસ દોડાવવામાં આવતી હતી.
આ નિર્ણય 12 જાન્યુઆરી 2022 એટલે કે આવતી કાલથી અમલમાં આવશે. તે મુજબ 12 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી 2022 સુધી દર અઠવાડિયે બુધવારે અને સોમવારે તેજસ એક્સપ્રેસ દોડશે નહીં. જોકે આ સમગાળા દરમિયાન શુક્રવાર, શનિવાર અને રવિવાર ટ્રેન દોડાવવામાં આવશે.
પર્યટન પરનો પ્રતિબંધ હટાવોઃ આ હિલ સ્ટેશનના નાગરિકોએ લખ્યો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર
જાન્યુઆરી 2022માં 14,15,16,21,22,23,28,29,30 તારીખે ટ્રેન દોડશે. તો ફેબ્રુઆરી 2022માં 4,5,6 તારીખે ટ્રેન દોડશે.
IRCTCના કહેવા મુજબ 11 ફેબ્રુઆરી 2022થી ફરી તેજસ એક્સપ્રેસને અઠવાડિયામાં પાંચ દિવસ દોડાવવામાં આવશે.