166
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
03 ફ્રેબ્રુઆરી 2021
મુંબઈ શહેરના તાપમાન નો હવે કોઈ ભરોસો રહ્યો નથી. મંગળવારે મુંબઈ શહેર એ તાપમાનનો એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. ફેબ્રુઆરી મહિનામાં મુંબઈનું તાપમાન ૩૬.૩ ડિગ્રી સેલ્સીયસ રહ્યું. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં કે પછી મે મહિનામાં તાપમાન હોય છે. આ તાપમાન સામાન્ય તાપમાન કરતાં પાંચ ડિગ્રી વધુ છે.
વધુ ચોંકાવનારી વિગત એ છે કે ગત સપ્તાહે મુંબઈ શહેર ઓછા તાપમાન નો નવો રેકોર્ડ બનાવ્યો હતો. મુંબઈ શહેર નું હવામાન બાર ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું. છેલ્લા દસ વર્ષનું આ સૌથી નીચું તાપમાન હતું.
આ મુંબઈ શહેરમાં ૩૦ દિવસમાં વધુ અને ઓછા એમ બંને તાપમાન નો રેકોર્ડ બન્યો.
You Might Be Interested In