News Continuous Bureau | Mumbai
Atal Setu Suicide: મુંબઈના ભોઈવાડા વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મહિલાએ ( woman ) સોમવારે ઘરેથી કામ પર જવા નીકળી હતી. જે તે રાત્રે ઘરન પહોંચતા તેના પરિવારજનોએ તેની શોધખોળ શરુ કરી હતી. આખરે જ્યારે મહિલા ન મળી ત્યારે પરિવારે ભોઈવાડા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને મહિલાની શોધખોળ શરૂ કરી હતી.
મહિલાના પિતાએ ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, ઘરમાંથી એક સુસાઈડ નોટ ( suicide note ) મળી આવી હતી. જેમાં મહિલાએ અટલ સેતુ પર જવા વિશે લખ્યું હતું. માહિતીના આધારે પોલીસે તપાસ માટે સીસીટીવી ફૂટેજ તપાસવાનું કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે પોલીસને સીસીટીવી ફુટેજથી ( CCTV footage ) જાણવા મળ્યું હતું કે, મહિલા પરેલના શિંદેવાડી વિસ્તારમાંથી 01:45 વાગ્યે ટેક્સી લઈને આવી હતી અને લગભગ 2:14 વાગ્યે અટલ સેતુ ઉપરથી નીચે કૂદી ( suicide ) પડી હતી..
પોલીસે તમામ કોસ્ટલ પોલીસ અને સ્થાનિક માછીમારોને પણ જાણ કરી છે..
મિડીયા રિપોર્ટ મુજબ, મૃતક મહિલા વ્યવસાયે ડોક્ટર છે અને છેલ્લા 10 વર્ષથી તે ડિપ્રેશનમાં હતી. જો કે હજી મહિલાનો મૃતદેહ મળ્યો નથી. આ મામલામાં નવી મુંબઈની ન્હાવશેવા પોલીસે ટેક્સી ડ્રાઈવરનું નિવેદન પણ નોંધ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Thane Accident: થાણેમાં ઈલેક્ટ્રીક મોટરબાઈકની બેટરી વિસ્ફોટ થતા, ઘરની છત અને દિવાલ ધારાશાહી.. 3 લોકો ઘાયલ..
આ મામલે પોલીસે તમામ કોસ્ટલ પોલીસ અને સ્થાનિક માછીમારોને પણ જાણ કરી છે. મહિલાને શોધવા માટે બોટ કોસ્ટલ વિભાગ, એમટી વિભાગને પણ માહિતી આપવામાં આવી છે. હાલ આ મામલામાં કામગીરી અને વધુ તપાસ ચાલી રહી છે.