ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર.
રીક્ષા અને ટેક્સીમાં પ્રવાસ કરવા મુંબઈગરાએ વધુ પૈસા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. સતત વધી રહેલા સીએનજીના ભાવને કારણે રીક્ષા-ટેક્સીવાળાઓ ભાડામાં વધારો કરવાની માગણી કરી છે.
ઓક્ટોબરથી સીએનજીના દરમાં પ્રતિ કિલો 10 રૂપિયાથી વધુનો વધારો થયો છે. હાલ સીએનજીના દર 63.50 રૂપિયા જેટલો થઈ ગયો છે. તેથી હવે મિનિમમ ભાડામા વધારો કરો એવી માગણી રિક્ષા ટેક્સીવાળા કરી રહ્યા છે.
ટેક્સીના ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કરીને મિનિમમ ભાડું 30 રૂપિયા કરવાની માગણી મુંબઈ ટેક્સીમેન્સ યુનિયને કરી છે. તો રિક્ષાનુ મિનિમમ ભાડું 21 રૂપિયા પરથી 25 રૂપિયા કરવાની માગણી યુનિયને કરી છે.
સીએનજીના સતત વધી રહેલા દરને કારણે રિક્ષા-ટેક્સી ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. જો ભાડામાં વધારો નહીં કર્યો તો આંદોલન કરશું એવી ચીમકી પણ યુનિયને આપી છે.
મહારાષ્ટ્ર સરકાર પ્રેરીત બંધમાં થયું આટલા હજાર કરોડ રૂપિયાનું નુકસાનઃ બોમ્બે હાઈ કોર્ટે માગ્યો સરકાર પાસે જવાબ. જાણો વિગત
મહાનગર ગેસે સીએનજીના ભાવમાં પ્રતિકિલોએ બે રૂપિયા અને પીએનજીના દરમાં 1.30 રૂપિયાનો વધારો કર્યો છે.