Site icon

આઝાદીના અમૃત મહોત્સવ.. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. જાણો તારીખ અને સમય.. જુઓ વિડીયો

ભારતની આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે અને ભારતમાંથી બ્રિટિશ સૈન્યની પાછી પાનીના 75 વર્ષ પૂરા થવાના ભાગરૂપે, 'મલ્ટીમીડિયા લાઇટ એન્ડ સાઉન્ડ શો'નું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ કર્યું હતું. જે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Azadi Ka Amrit Mahotsav light and sound show to be held at Mumbai's Gateway of India. Check date and timing

આઝાદીના અમૃત મહોત્સવ.. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. જાણો તારીખ અને સમય.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

ભારતની આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે અને ભારતમાંથી બ્રિટિશ સૈન્યની પાછી પાનીના 75 વર્ષ પૂરા થવાના ભાગરૂપે, ‘મલ્ટીમીડિયા લાઇટ એન્ડ સાઉન્ડ શો’નું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ કર્યું હતું. જે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Join Our WhatsApp Community

નાયબ મુખ્યમંત્રીએ ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પ્રતીક કરતી કસ્ટમાઈઝ્ડ ‘માય સ્ટેમ્પ’ બહાર પાડવાની પણ જાહેરાત કરી હતી. આ શોનું આયોજન રાજ્ય સરકારના પર્યટન વિભાગ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ એડ. રાહુલ નાર્વેકર, શાળા શિક્ષણ મંત્રી દીપક કેસરકર, સંસદ સભ્ય અરવિંદ સાવંત, પ્રવાસન વિભાગના અગ્ર સચિવ સૌરભ વિજય, ઈન્ડિયન ઓઈલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્ય અને ઈન્ડિયન ઓઈલના ડાયરેક્ટર (માર્કેટિંગ) વી સતીશ કુમાર ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો  :  કોંગ્રેસે ઝૂંટવી લીધો ભાજપનો 28 વર્ષ જૂનો ગઢ, પુણેની કસબા પેઠ બેઠક પર આ ઉમેદવારે લહેરાવ્યો જીતનો ઝંડો..

ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે આયોજિત કાર્યક્રમની જાહેરાત કરતા મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના કાર્યક્રમોની શ્રેણીમાંથી આ એક કાર્યક્રમ હશે. તેમણે કહ્યું કે પ્રથમ સપ્તાહ દરમિયાન આ શો અઠવાડિયામાં બે વાર હશે શનિવાર અને રવિવારે. તેમણે આ શોને પ્રગતિશીલ ભારતના ખ્યાલનો એક ભાગ ગણાવ્યો હતો. આ શો ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહારાષ્ટ્રના યોગદાન પર પણ પ્રકાશ પાડશે.

લાઇટ અને સાઉન્ડ શો તારીખ અને સમય

મંગળવારે મુંબઈના ગેટવે ખાતે રાત્રે 8:00 કલાકે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. આ શો શરૂઆતમાં અઠવાડિયામાં બે વાર એટલે કે શનિવાર અને રવિવારે યોજાશે

US-Iran Tension:ડોનાલ્ડ ટ્રમ્પની ‘વોર ગેમ’ શરૂ! ઈરાન પાસે વિનાશક કાફલો તૈનાત થતા જ દુનિયાભરમાં હલચલ; જાણો શું છે અમેરિકાનો સિક્રેટ પ્લાન
Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
Exit mobile version