Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.

પ્લેટફોર્મ પર સૂતેલા જવાનની પિસ્તોલ અને ૨૯ કારતુસ ભરેલી બેગ ચોરી આરોપી થયો હતો ફરાર, પોલીસે રિકવર કર્યું હથિયાર.

by Tanvi
Bandra Railway Station Accused Arrested Within Hours for Stealing SRPF Jawan's Pistol.

News Continuous Bureau | Mumbai

Bandra Railway Station મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પરથી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના જવાનની સરકારી પિસ્તોલ અને જીવતા કારતુસની ચોરી કરનાર આરોપીને રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં ચોરાયેલું તમામ હથિયાર અને દારૂગોળો સુરક્ષિત રીતે રિકવરકરી લેવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ચોરીની ઘટનાને પગલે રેલવે સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા હતા, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને દબોચી લીધો છે.

થાકને કારણે જવાન પ્લેટફોર્મ પર જ સૂઈ ગયો

ઘટનાની વિગતો મુજબ, નવી મુંબઈ SRPF ગ્રુપ ૧૧માં કાર્યરત કોન્સ્ટેબલ, જેઓ જયદેવ ઠાકરેના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને સુરક્ષા ગાર્ડ તરીકે તૈનાત છે, તેઓ ફાયરિંગ પ્રેક્ટિસ પૂરી કરી ડ્યુટી પરથી પરત ફરી રહ્યા હતા. મોડું થઈ જવાથી છેલ્લી ટ્રેન ચૂકી જતાં તેઓ બાંદ્રા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર એક બેન્ચ પર સૂઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે તેઓ ગાઢ નિદ્રામાં હતા, ત્યારે તેમની પિસ્તોલ અને ૨૯ જીવતા કારતુસ ભરેલી બેગ ચોરાઈ ગઈ હતી.

હથિયાર જોઈને આરોપી પણ ગભરાઈ ગયો

પિસ્તોલ જેવું અત્યંત સંવેદનશીલ સરકારી હથિયાર ચોરાતા રેલવે પોલીસઅને ક્રાઈમ બ્રાન્ચમાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ, બેગ ચોરીને ભાગેલા આરોપીએ જ્યારે બેગ ખોલીને જોયું, ત્યારે અંદર પિસ્તોલ અને કારતુસ જોઈને તે પોતે પણ ગભરાઈ ગયો હતો. પકડાઈ જવાની બીકે તેણે આ બેગ રેલવે સ્ટેશનની બહાર પાર્ક કરેલી એક મોટરસાઈકલપર બિનવારસી હાલતમાં મૂકી દીધી હતી અને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. પોલીસને આ હથિયાર ત્યાંથી હેમખેમ મળી આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.

સીસીટીવી ફૂટેજની મદદથી ધરપકડ

બાંદ્રા રેલવે પોલીસે સ્ટેશનના સીસીટીવી (CCTV) ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીની શંકાસ્પદ હિલચાલ કેદ થઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપીને વિદ્યાવિહાર વિસ્તારમાંથી દબોચી લીધો હતો. પોલીસે આશરે ₹૧.૭૯ લાખની કિંમતનું સરકારી હથિયાર અને પોલીસ ઓળખપત્ર (Identity Card) રિકવર કર્યું છે. આ મામલે રેલવે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે શું આરોપીનો હેતુ માત્ર ચોરીનો હતો કે હથિયારનો દુરુપયોગ કરવાનો.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More