News Continuous Bureau | Mumbai
મુંબઈમાં બેસ્ટની(Mumbai BEST) બસમાં મુસાફરી માટે માસિક, ત્રિમાસિક બસ પાસની(Monthly, Quarterly Bus Passes) સુવિધા હાલ ઉપલબ્ધ છે. પરંતુ હવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બેસ્ટ ઉપક્રમે(BEST department) બસની ટ્રીપોની સંખ્યાના આધારે બસ પાસ આપવાનું ચાલુ કર્યું છે.
બેસ્ટ દ્વારા મુસાફરી કરેલ અંતર અનુસાર બસ પાસના ભાડા (Bus pass fare) નક્કી કરવામાં આવતા હોવાથી મુસાફરો નિશ્ચિત સમયની અંદર બસની નિર્ધારિત મુસાફરી પૂર્ણ કરી શકશે. બેસ્ટના આ નિર્ણયથી બસપાસ મુસાફરો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે અને તેમાં વિવિધ સ્થળોએ મુસાફરી કરી શકશે.
નવા બસ પાસના મુસાફરનો ઘણા ફાયદા થશે. જેમાં પાંચ કિલોમીટર સુધીની દૈનિક મુસાફરી માટે ટિકિટની (Bus ticket) કિંમત રૂ.10 છે. (રાઉન્ડ ટ્રીપ માટે રૂ. 5 પ્રતિ રાઉન્ડ). 100 ફેરી માટે 28-દિવસના બસ પાસની કિંમત રૂ.249/- હોવાથી તેમની પ્રતિ રાઉન્ડ દર રૂ.250 થાય છે. એટલે કે પ્રતિ બે ફેરી માટે રૂપિયા પાંચનું ભાડું થાય છે, તેથી દૈનિક ભાડામાં 50% બચત થાય છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં વહેલી સવારથી ભારે વરસાદ- આ નેશનલ હાઈવે થયો પાણી પાણી- જુઓ વિડિયો
દસ કિલોમીટર સુધીની દૈનિક મુસાફરી માટે ટિકિટનું ભાડું રૂ. વીસ છે (રાઉન્ડ ટ્રીપ માટે રૂ. 10) 100 ટ્રીપ્સ માટે 28 દિવસના બસ પાસની કિંમત રૂ. 499/- છે જે રાઉન્ડ ટ્રીપ દીઠ રૂ. 4.99 બનાવે છે. આમ બે રાઉન્ડમાંથી પ્રત્યેક માટે રૂ. 10/- ખર્ચ થાય છે, આ દૈનિક ભાડું 50% બચાવે છે.
એ પ્રમાણે જ પાંચ કિલોમીટર અંતરની 100 એસી બસ ફેરી માટે 28 દિવસ માટે 2.99 રૂપિયા પ્રતિ ફેરી પ્રમાણે ટિકિટ દર 299 રૂપિયા થાય છે અને દસ કિલોમીટરના અંતર સુધી 100 બસ ફેરી માટે રૂ. 6.40 પ્રતિ ફેરી પ્રમાણે રૂપિયા 649 પ્રમાણે સુપર સેવર બસપાસ યોજના અનુસાર વસૂલવામાં આવે છે. તેથી 50 ટકા બચત થાય છે.