News Continuous Bureau | Mumbai
આજે તમે બહાર ફરવા જવાનું પ્લાનિંગ હોય તો બેસ્ટની અમુક બસના(BEST Buses) રૂટ(Bus route) બદલી કાઢવામાં આવ્યા છે, તેના પર નજર નાખીને બસમાં પ્રવાસ કરવાનું વિચારજો.
સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે(occasion of Independence Day celebration) BESTની અનેક બસોના રૂટમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર મુંબઈમાં અનેક જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી અનેક બસોના રૂટ બદલવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : વાહ-મુંબઈગરાઓનો બેસ્ટનો પ્રવાસ થશે ઠંડા ઠંડા કુલ કુલ-બેસ્ટના કાફલામાં જોડાશે વધુ એસી બસ
બેસ્ટના પ્રવક્તા જણાવ્યા મુજબ અમૃત મહોત્સવ નિમિત્તે મંત્રાલય ખાતે ધ્વજારોહણના કાર્યક્રમને કારણે વાય. બી. ચવ્હાણ જંકશનથી(Y. B. From Chavan Junction) અહલ્યાબાઈ હોળકર જંક્શન(Ahlyabai Holkar Junction) સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તેથી બસ રૂટ નં. 86, 121, 137, 138 ને એમ.કે. માર્ગને સવારના 8.00 વાગ્યાથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
બસ નં. 167ના બાળાસાહેબ મધુકર રૂટ (Balasaheb Madhukar Route) પર ધ્વજવંદન કાર્યક્રમ(Flag hoisting programme) માટે ઉભા કરાયેલા સ્ટેજને કારણે બસ નં. 167 પ્રભાદેવી સ્ટેશનથી(Prabhadevi station ડાબો વળાંક લેશે અને ફિતવાલા માર્ગે થઈને પી.કે. કુરણે ચોક તરફ આગળ વધશે.