News Continuous Bureau | Mumbai
Western Express Highway : ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચો: વેસ્ટન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ
સોમવારના દિવસે સવારના સમયે મુંબઈ(mumbai) વાસીઓને ઘરની બહાર નીકળતા પહેલા google મેપ જોઈ લેવા વિનંતી છે. વાત એમ છે કે સમારકામ કારણોથી અંધેરીનો બ્રિજ રાત્રે 12 થી સવારે 5:00 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે હંમેશ મુજબના રેઢીયાળ તંત્રને કારણે તેમજ પ્રશાસન દ્વારા બેદરકારી દાખવતા સવારે 8:00 વાગ્યા સુધી વેસ્ટન એક્સપ્રેસ હાઈવે નો અંધેરી સ્થિત બ્રિજ બંધ હતો. તેમજ હજુ કેટલો સમય આ બ્રિજ બંધ રહેશે તે સંબંધે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
પરિણામ સ્વરૂપ અંધેરીથી બોરીવલી સુધી હાઇવે પર 6 km થી વધુ લાંબો ટ્રાફિક(traffic) થઈ ગયો છે.
ટેક્સી અને રીક્ષાથી ગયેલા અનેક લોકો ટ્રાફિકમાં અટવાયા છે તેમજ કેટલાય લોકોની ફ્લાઈટ મિસ થવાની છે.
વાત એમ છે કે અંધેરી હાઇવે ફ્લાવર ઉપર લોખંડનું ગડર કાઢવાનું કામ રવિવાર રાત્રે હાથ ધરાયું હતું પરંતુ તે સમયસર પૂરું થઈ શક્યું નથી.
આથી મુંબઈ વાસીઓને ભારે તકલીફ નો સામનો થવાનો છે.