News Continuous Bureau | Mumbai
Western Railway Special Block : મુંબઈના પશ્ચિમ રેલવેએ ચર્ચગેટ વિસ્તારમાં વાનખેડે સ્ટેડિયમને જોડતો પગપાળા પુલ જૂનો હોવાથી તેને હવે તોડી પાડવાનો નિર્ણય લીધો છે. રેલ્વે પ્રશાસને પુલ તોડી પાડવા માટે શનિવારે મધરાતે 1.10 થી રવિવારે વહેલી સવારે 4.10 વાગ્યા સુધી વિશેષ ટ્રાફિક બ્લોકની ( traffic block ) જાહેરાત કરી છે. આ કારણે મોડી રાત્રે ચાલતી લોકલ ટ્રેનોમાં કેટલાક ફેરફાર થશે અને કેટલીક લોકલ ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવશે.
ચર્ચગેટની છેલ્લી ( Local Train ) લોકલઃ શનિવારે રાત્રે 11.30 વાગ્યે વિરારથી ઉપડતી ચર્ચગેટ ( Churchgate ) લોકલ રાત્રે 1.10 વાગ્યે ચર્ચગેટ પહોંચશે. ચર્ચગેટ માટે આ છેલ્લી લોકલ હશે. ત્યાર બાદ બ્લોક લેવાતા તોડકામની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Yodha OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ યોદ્ધા, જાણો ક્યા પ્લેટફોર્મ પર જોઈ શકશો સિદ્ધાર્થ મલ્હોત્રા ની ફિલ્મ
Western Railway : મુંબઈ સેન્ટ્રલ ( Mumbai Central ) સુધી ચલાવવામાં આવતી ( Mumbai Local Train ) લોકલ ટ્રેનોઃ
– શનિવારે મધ્યરાત્રિ બાદ 12.10 વાગ્યે બોરીવલી-ચર્ચગેટ
– શનિવારે મધ્યરાત્રિ બાદ 11.49 વાગ્યે વિરાર-ચર્ચગેટ
– શનિવારે મધ્યરાત્રિ બાદ 12.30 વાગ્યે બોરીવલી-ચર્ચગેટ
– શનિવારે મધ્યરાત્રિ બાદ 12.05 વાગ્યે વિરાર-ચર્ચગેટ
મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી લોકલ ટ્રેનો (ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ રદ્દ થનારી ટ્રેનો)
– રવિવારે સવારે 4.25 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ-વિરાર
– રવિવારે સવારે 4.18 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ-બોરીવલી