Site icon

બોરીવલીના કોરા કેન્દ્ર ફ્લાયઓવરના ઉદ્ઘાટન ને લઈને હંગામો શિવસેના-ભાજપ કાર્યકરો આમને-સામને- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai 

શિવસેના-ભાજપ(Shivsena-BJP)ના કાર્યકરો ફરી એકવાર સામ-સામે આવી ગયા છે. આ વખતે કાર્યકર્તાઓ સામ-સામે આવવાનું કારણ શ્રેય લેવાનું છે. આજે સાંજે પર્યાવરણ પ્રધાન અને ઉપનગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે(Environment Minister Aditya Thacekray)ના હસ્તે બોરીવલી કોરા કેન્દ્ર ફ્લાયઓવર(Borivali flyover)ને ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવવાનો હતો. પરંતુ આદિત્ય ઠાકરે ઉદ્ઘાટન કરવા પહોંચે તે પહેલા જ ભાજપ અને શિવસેનાના કાર્યકરોએ નારે બાજી કરી ભારે હંગામો કર્યો હતો. સાથે જ બીજેપી સાંસદ ગોપાલ શેટ્ટીનો આભાર માનતું બેનર લગાવી દીધું. શિવસેનાએ પણ ભાજપના બેનરને બેનરથી જવાબ આપ્યો હતો.

Join Our WhatsApp Community

નોંધનીય છે કે આ વખતે ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી(BJP MP Gopal shetty), ધારાસભ્ય સુનીલ રાણે(MLA Sunil Rane), ધારાસભ્ય મનીષા ચૌધરી(MLA Manisha Chaudhary) ભાજપના કાર્યકરો વતી આંદોલનમાં જોડાયા હતા.

આ સમાચાર પણ વાંચો : RBIએ માસ્ટરકાર્ડને આપી રાહત- રિઝર્વ બેંકે આશરે એક વર્ષ બાદ હટાવ્યા પ્રતિબંધ- આપી આ મંજૂરી

બોરીવલી (પશ્ર્ચિમ)માં આર.એમ. ભટ્ટ માર્ગ પર લિંક રોડથી ફિલ્ડમાર્શલ કરિઅપ્પા ફ્લાયઓવર સુધી બાંધવામાં આવેલો આ ફ્લાયઓવર મુખ્યત્વે લિંક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ વેને જોડનારો મુખ્ય રસ્તો છે.

આ પુલને કારણે શ્યામપ્રસાદ મુખરજી ચોક, કલ્પના ચાવલા ચોક, સાંઈબાબા નગર, રાજેન્દ્ર નગર અને નજીકના વિસ્તારના ટ્રાફિકને રાહત મળશે. સ્વામી વિવેકાનંદ રોડ (એસ.વી.રોડ) જંક્શન અને કલ્પના ચાવલા ચોક આ બે મહત્ત્વના  જંક્શન પરથી આ પુલનું વિસ્તારીકરણ થયું હોવાથી ટ્રાફિકની મુવમેન્ટ ઝડપી બનશે.

Sheetal Devrukhakar Sheth: આદિત્ય ઠાકરેના ‘જમણા હાથ’ સમાન શીતલ દેવરુખકરનો છેડો ફાડ્યો! ૨૨ વર્ષ જૂનો સંબંધ તોડી ભાજપમાં જોડાશે
Borivali: બોરીવલીમાં સીધો જંગ વોર્ડ 15માં જિજ્ઞા શાહ અને જસજયશ્રી બંગેરા વચ્ચે ટક્કર; કોઈ અપક્ષ ઉમેદવાર મેદાનમાં નહીં
Kokilaben Dhirubhai Ambani Hospital: કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે ભારતની પ્રથમ ક્રોસ-બોર્ડર રિમોટ રોબોટિક સર્જરી કરી, દર્દીઓ મુંબઈમાં અને સર્જન શાંઘાઈમાં હતા અને તેમની વચ્ચે 5,000 કિમીથી વધુનું અંતર હતું
BJP Candidate List: મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી 2026: ભાજપે 136 ઉમેદવારોની યાદી જાહેર કરી; ઠાકરે જૂથ સામે મજબૂત ઉમેદવારો મેદાનમાં.
Exit mobile version