News Continuous Bureau | Mumbai
મુંબઈમાં બોરીવલી (વેસ્ટ)માં(Borivali (West)) જનરલ કરિઅપ્પા બ્રિજથી(General Kariappa Bridge) સીધા શિમ્પોલી(Shimpoli) સુધી ફ્લાયઓવરનું(Flyover) કામ પૂરું થઈ ગયું છે અને ટૂંક સમયમાં આ બ્રિજ ટ્રાફિક(Traffic) માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે. ત્યારે ભાજપે આ ફ્લાયઓવરનું નામ CDS ચીફ "જનરલ બિપિન રાવત ફ્લાયઓવર"(General Bipin Rawat Flyover) રાખવામાં આવે એવી માંગણી કરી છે.
બોરીવલી(વેસ્ટ)માં જનરલ કરિઅપ્પા બ્રિજથી સીધા લિંક રોડ સુધી ફ્લાય ઓવર નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. તેથી સાંસદ ગોપાલ શેટ્ટીએ(MP Gopal Shetty) કલ્પના ચાવલા ચોક ખાતેના આ ફ્લાયઓવરને ‘જનરલ બિપિન રાવત ફ્લાયઓવર’ નામ આપવામાં આવે તેવી માંગણી કરી છે. આ ફ્લાયઓવરને કારણે બોરીવલીના નાગરિકોને સ્વામી વિવેકાનંદ માર્ગ (s.v.road) પર ટ્રાફિકની ભીડમાંથી રાહત મળશે.
સાંસદ ગોપાલ શેટ્ટીએ આ ફ્લાયઓવરના કામ અંગે સતત ફોલો-અપ કર્યું હોવાનું કહેવાય છે. હવે જ્યારે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે સાંસદ શેટ્ટીએ આ પુલને તાત્કાલિક વાહન વ્યવહાર(Transporatation) માટે ખુલ્લો મુકવાની માંગ કરી છે. ગોપાલ શેટ્ટીના કહેવા મુજબ આ ફ્લાયઓવરને ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવે તો ચોમાસામાં(Monsoon) નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી(Traffic problems) રાહત મળશે.
આ સમાચાર પણ વાંચો : બપોર બાદ આજે મુંબઈના બીકેસીના રસ્તા પરથી જવાનું ટાળજો- આ બધા રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે- જાણો વિગતે
એ સાથે જ સાંસદ ગોપાલ શેટ્ટીએ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન(Inauguration of the flyover) કરતી વખતે મુખ્ય મહેમાનોની સાથે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પણ આમંત્રિત કરવાની માંગણી કરી છે. આ જ માંગણી સાથેનો પત્રને લઈને, બોરીવલી(Borivali) અને કાંદિવલી(Kandivali) વિભાગના તમામ નગરસેવકોનું એક પ્રતિનિધિમંડળ ભાજપના જિલ્લા અધ્યક્ષ(BJP district president) ગણેશ ખંકર(Ganesh Khankar) અને ભાજપના ગ્રુપ લીડર પ્રભાકર શિંદે(Prabhakar Shinde) અને પ્રવક્તા ભાલચંદ્ર શિરસાટની(Bhalchandra Shirsat) આગેવાનીમાં એડિશનલ કમિશનર(Additional Commissioner) (પ્રોજેક્ટ) પી. વેલારાસુને(P. Velarasun) મળ્યા હતા. તેમણે એવી પણ માગણી કરી હતી કે બ્રિજને તાત્કાલિક વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવો જોઈએ.