News Continuous Bureau | Mumbai
Arun Gawali: મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નારવેકરનું એક ભાષણ વાઇરલ થયું છે. પોતાના ભાષણમાં રાહુલ નારવેકર કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહી રહ્યો છે કે અરુણ ગવળી જેવો કાર્યકર્તાને પ્રેમ કરનાર નેતા મેં જોયો નથી. આ ઉપરાંત તેણે પોતાની જાતને અખિલ ભારતીય સેના એટલે કે ડોન અરુણ ગવળીનો કાર્યકર્તા ગણાવ્યો હતો. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે તેઓ વંદના ગવળી ને મુંબઈના મેયર બનાવ્યા સુધી તેમનો સાથ જાળવી રાખશે.
આ સમાચાર પણ વાંચો : South Mumbai Lok Sabha Constituency: મુંબઈના દક્ષિણ બેઠક પરથી ભાજપ વત્તી મંગલ પ્રભાત લોઢા બન્યા મુખ્ય દાવેદાર, સત્તાવાર જાહેરાતની રાહ..
Arun Gawali: તો શું ભારતીય જનતા પાર્ટી અરુણ ગવળી ની દીકરીને મુંબઈના મેયર બનાવશે?
મહારાષ્ટ્રના સ્પીકર નું આ ભાષણ વાયરલ થઈ ગયા પછી કાર્યકર્તાઓમાં ગણગણાટ વધ્યો છે. ચર્ચા થઈ રહી છે કે અરુણ ના જેલમાંથી બહાર આવ્યા પછી ભારતીય જનતા પાર્ટી તેમનો સાથ ઇચ્છે છે અને આગામી દિવસોમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી અખિલ ભારતીય સેનાને પોતાની સાથે રાખશે.