Site icon

Dog Bite Cases : કબૂતરો બાદ હવે કૂતરાઓ પર નિશાન; મુંબઈમાં ૭૦ હજાર શ્વાન કરડવાની ઘટનાઓ, ધારાસભ્ય એ આપ્યું BMCને અલ્ટીમેટમ

Dog Bite Cases : મુંબઈમાં વધી રહેલા શ્વાન કરડવાના કેસોને લઈ ભાજપના ધારાસભ્ય અમિત સાટમે મુંબઈ મહાનગરપાલિકાને આપી ચેતવણી; નસબંધી કાર્યક્રમ ઝડપી બનાવવા અને આશ્રયસ્થાનો ઊભા કરવાની માંગ.

Dog Bite Cases કબૂતરો બાદ હવે કૂતરાઓ પર નિશાન; મુંબઈમાં ૭૦ હજાર શ્વાન કરડવાની ઘટનાઓ, ધારાસભ્ય એ આપ્યું BMCને અલ્ટીમેટમ

Dog Bite Cases કબૂતરો બાદ હવે કૂતરાઓ પર નિશાન; મુંબઈમાં ૭૦ હજાર શ્વાન કરડવાની ઘટનાઓ, ધારાસભ્ય એ આપ્યું BMCને અલ્ટીમેટમ

News Continuous Bureau | Mumbai

Dog Bite Cases : મુંબઈમાં કબૂતરખાના પરના વિવાદ બાદ હવે અંધેરી (પશ્ચિમ)ના ભાજપના ધારાસભ્ય અમિત સાટમે ભટકતા કૂતરાઓના મુદ્દા પર મુંબઈ મહાનગરપાલિકા (BMC)ને સીધા નિશાન પર લીધી છે. મુંબઈ અને દિલ્હીમાં કૂતરાઓ કરડવાની ઘટનાઓમાં વધારો થતા, સુપ્રીમ કોર્ટે ભટકતા કૂતરાઓને આશ્રયસ્થાનોમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ સાટમે કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને “નસબંધી કાર્યક્રમ ઝડપી પૂરો કરો, આશ્રયસ્થાનો ઊભા કરો અને કૂતરાઓનું સ્થળાંતર તાત્કાલિક કરો” તેવું અલ્ટીમેટમ આપ્યું છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં દર વર્ષે ૭૦ હજાર શ્વાન કરડવાના કેસ

આંકડા મુજબ, મુંબઈમાં દર વર્ષે લગભગ ૭૦,૦૦૦ કૂતરાઓ કરડવાની ઘટનાઓ બને છે. જેમાં રાજ્યના કુલ કેસોમાંથી ૨૬ ટકા કેસ ફક્ત મુંબઈના છે. ૨૦૨૫ના પહેલા આઠ મહિનામાં જ પાલિકાના પોર્ટલ પર ૧૦,૦૦૦ ફરિયાદ નોંધાઈ છે. આ સમસ્યાથી રેબીઝનો ખતરો પણ ગંભીર છે – વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ, ૨૦૨૨માં ભારતમાં રેબીઝને કારણે ૧૮,૦૦૦ લોકોના મૃત્યુ થયા હતા.

બાળકો અને વડીલો પર હુમલા વધી રહ્યા છે

ધારાસભ્ય સાટમના જણાવ્યા મુજબ, ભટક્તા કૂતરાઓ દ્વારા નાના બાળકો, વડીલો અને ટુ-વ્હીલર ચલાવનારાઓ પર હુમલાઓની ઘટનાઓ વધી છે, અને શહેરમાં રેબીઝ પ્રતિબંધક રસીઓનો પણ અભાવ છે. તેમણે ચેતવણી આપી છે કે, “આ સમસ્યા નિયંત્રણ બહાર જાય તે પહેલાં પાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, નહીંતર જાહેર સુરક્ષાની સ્થિતિ બેકાબૂ બની જશે.”

આ સમાચાર પણ વાંચો : Sonia Gandhi: ભાજપનો સોનિયા ગાંધી પર ‘મતચોરી’નો ગંભીર આરોપ, નાગરિકતા મળ્યા પહેલા જ મતદાર યાદીમાં હતું નામ

હવે પાલિકા કયું પગલું ભરશે?

હવે એ જોવું બાકી છે કે પાલિકાનું આગામી પગલું કેટલું ઝડપી હશે, કે ફરી એકવાર કોઈ નવો વિવાદ ઊભો થશે. ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલો આ મુદ્દો મુંબઈના નાગરિકો માટે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

BMC Mayor Election 2026: મુંબઈ મેયર પદ પર કોઈ બાંધછોડ નહીં, દેવેન્દ્ર ફડણવીસને દિલ્હીથી મળ્યો કડક આદેશ; શિંદે જૂથની માંગણીઓ ઠુકરાવશે ભાજપ?
Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Exit mobile version