ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈના મેયર કિશોરી પેડણેકર માટે વિવાદાસ્પદ નિવેદન કરનારા ભાજપના વિધાનસભ્ય આશિષ શેલાર સામે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેથી તેઓ બપોરના પોતાનો જવાબ આપવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. આ દરમિયાન આશિષ શેલારના સમર્થનમાં ભાજપના અનેક વિધાનસભ્યો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને શિવસેનાએ રાજકીય વેર વાળવા ખોટો કેસ કર્યો હોવાનો આરોપ કર્યો હતો.
બુધવારે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં મેયર કિશોરી પેડણેકરે તેમની બદનામી કરતું વક્તવ્ય આપ્યું હોવાના દાવના સાથે આશિષ શેલાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેથી આ કેસમાં આજે સવારના આશિષ શેલાર પોતાનો જવાબ નોંધાવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. એ અગાઉ ભાજપના કાર્યકર્તા અને સમર્થકો તેમના ઘરની બહાર પહોંચી ગયા હતા. બાદમાં આશિષ શેલારની સાથે જ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન માં વિધાન પરિષદના નેતા પ્રવીણ દરેકર, કાંદિવલી(પૂર્વ)ના ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખલકર, મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલ લોઢા વગેરે હાજર રહ્યા હતા. જવાબ નોંધાવ્યા બાદ આશિષ શેલારે રાજય સરકાર અને શિવસેનાની ટીકા પણ કરી હતી.
હેં! મુંબઈ મેટ્રોને કારણે મુંબઈ મહાનગરપાલિકા પર કોવિડનો ખર્ચો વધી ગયો. જાણો વિગત
રાજયમા મહિલાઓ સાથે થતા ગુનાઓ સામે સરકાર એટલી સંવેદનશીલતા બતાવતી નથી એવા આરોપ પણ ભાજપના નેતાઓએ શિવસેના અને રાજ્ય સરકાર પર કર્યા હતા.