News Continuous Bureau | Mumbai.
મુંબઈ મહાનગરપાલિકાએ (BMC) છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા મુંબઈની પાછળ ખર્ચયા છે. પરંતુ આ પૈસા કયા ગયા? શેની પાછળ ખર્ચયા? એવો સવાલ ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે(Ashish Shelar) ઉપસ્થિત કરીને મુંબઈગરાની વ્યથાને અધિવેશનમાં વ્યક્ત કરી હતી.
મુંબઈના જુદા જુદા પ્રશ્ન પર ગુરુવારે વિરોધ પક્ષ તરફ અંતિમ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો એ દરમિયાન આશિષ શેલારે કહ્યું હતું કે વર્ષના 40 હજાર કરોડ પ્રમાણે પાંચ વર્ષમાં એક કરોડ 40 લાખ મુંબઈગરા માટે બે લાખ કરોડ રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે. છતાં મુંબઈગરાને પૂરતી સુખ સુવિધાઓ મળી નથી. મુંબઈ મહાનગરપાલિકામાં સત્તાધીશીઓ અનેક કૌભાંડો કર્યા, લૂંટ મચાવી અને ફક્ત બોગસ કારભાર કર્યા છે.
मुंबईतील १ कोटी ४० लाख मुंबईकरांसाठी पाच वर्षात मुंबई महापालिका २ लाख कोटी खर्च करते मग हे कुठे गेले? काय घडले या शहरात ? त्यामुळे आज मुंबईकरांची अवस्था ही हमें तो हादसोंने सांभाला है अशी झाली आहे अशी (1/2) Date – 24/3/2022@BJP4Maharashtra @BJP4Mumbai#BMC #BudgetSession2022 pic.twitter.com/2q2XWlNm3E
— Adv. Ashish Shelar – ॲड. आशिष शेलार (@ShelarAshish) March 25, 2022
આ સમાચાર પણ વાંચો : શોકિંગ! દહિસરમાં માથા પર સ્લેબ તૂટી પડતા વડાપાવ વિક્રેતાનું ઘટના સ્થળે જ મોત.. જાણો વિગતે
આશિષ શેલારે અધિવેશનમાં એવો આરોપ પણ કર્યો હતો કે એક તરફ મુંબઈને વૈશ્વિક દરજ્જાનું શહેર બનાવવાનું સપનું જોવામા આવે છે, તો બીજી તરફ સાર્વજનિક હિતોના આરક્ષણો બદલવામાં આવે છે. બાંદરા(વેસ્ટ)માં કાર્ટર રોડ પર પાલિકાએ સ્કૂલ, માર્કેટ, વૃદ્ધાશ્રમ, ડિપી રોડ માટે રિર્ઝવ રાખલા પ્લોટનું આરક્ષણ બદલી નાખીને ડેવલપરને આપી દીધી છે. બે હજાર કરોડ રૂપિયાનો તેમાં વ્યવહાર થયો છે. કોરોના કાળમાં ડોકટરો કરેલા કામનું શ્રેય પાલિકા અને સરકાર લઈ રહી છે, પરંતુ માસ્ક અને પીપીઈ કીટમાં કૌભાંડ કરવામાં આવ્યું છે.
આશિષ શેલારે એવો પણ આરોપ કર્યો હતો કે મુંબઈમાં 3553 મિલકતને પ્રોપર્ટી ટેક્સ લગાવવામાં જ આવતો નથી એવો બોગસ કારભાર ચાલી રહ્યો છે. કોન્ટ્રક્ટરોના હિત સાધીને તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો હતો. પાલિકાના સ્થાયી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષની કોન્ટ્રેક્ટરોને લઈને ચોંકાવનારી વિડિયો કલીપ બહાર આવી છે, છતાં તેમની સામે પગલા લેવામાં આવતા નથી. પર્યાવરણના નામ પર પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે. જે કંપનીને મલનિસારણનું કામ આપવામાં આવ્યુ તેની પાસે બોગસ સર્ટિફિકેટ હોવાનું બહાર આવ્યું છે. ધારાવી, વર્સોવામાં ભાંડુપ અને વરલીમાં વધુ દરે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. બેસ્ટની ઇલેક્ટ્રિક ગાડીઓ લેવામાં પણ કૌભાંડ કરવામાં આવ્યુ હોવાનો આરોપ આશિષ શેલારે કર્યો હતો.
પ્રોપર્ટી ટેક્સમાં વધારો થશે નહીં એવું વચન આપ્યા બાદ હવે 14 ટકા પ્રોપર્ટી ટેક્સ વધારવામાં આવવાનો હોવા સામે પણ આશિષ શેલારે આંગળી ચીંધી હતી.