ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર.
ભાજપના નેતા અને વિધાનસભ્ય આશિષ શેલાર સહિત તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આશિષ શેલારે આ મામલે મુંબઈ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. આશિષ શેલારને અગાઉ પણ આવી જ રીતે ધમકી મળી ચૂકી છે. તે સમયે પોલીસે આરોપીની મુંબ્રામાંથી ધરપકડ કરી હતી.
ભાજપના નેતા આશિષ શેલારને ફોન પર ધમકીઓ મળી રહી છે. તેમના પરિવારજનોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. શેલારને બે અલગ અલગ મોબાઈલ નંબર પરથી અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો. શેલારે તરત જ મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખી ફરિયાદ કરી છે. તેમણે પત્રમાં વિનંતી કરી છે કે જે બે મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી છે તેની તપાસ કરવામાં આવે.
શેલારને 2020ની સાલમાં પણ આવી જ ધમકી આપવામાં આવી હતી. બાંદ્રા પોલીસે આ કેસમાં આરોપીની મુંબ્રાથી ધરપકડ કરી હતી. અગાઉ શેલાર અને અન્ય બે લોકોની રેકી પણ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આશિષ શેલારે ધમકીભર્યા ફોનને ગંભીર બાબત ગણાવી હતી અને શનિવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલને આ બાબતે પત્ર મોકલવામાં આવશે એવું કહ્યું હતું.
સારા સમાચાર: મુંબઈમાં સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધની શક્યતા નહીંવત, જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે તપાસ યંત્રણાને હાલમાં જ જણાયું છે કે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયની પણ રેકી કરવામાં આવી છે.