ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈમાં કોરોના ભયજનક રીતે વધી રહેલા કેસને પગલે શું ફરી એક વખત લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકના પ્રવાસ પર પ્રતિબંધ આવી જશે એવા સવાલ થઈ રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે વેક્સિનેટેડ લોકોના રેલવે પ્રવાસથી કોઈ જોખમ ન હોવાનું કહ્યું છે. તેથી મુંબઈગરાને હાલ પૂરતી રાહત થઈ છે.
કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું કે હાલ હોસ્પિટલમાં દાખલ થયેલા અને ઓક્સિજન પર રહેલા અમુક દર્દીઓેએ કોવિડની વેક્સિન એક પણ ડોઝ લીધો ન હોવાનું જણાયું છે. વૅક્સિનના બંને ડોઝ લેનારાને પણ કોરોનાનો ચેપ લાગે છે પરંતુ તે દર્દી પાંચ દિવસે સાજો થઈ રહ્યો છે.
મુંબઈમાં હાલ 108 ટકા લોકોનો પહેલો ડોઝ તો 90 ટકા લોકોનો વૅક્સિન નો બીજો ડોઝ થઈ ગયો છે. તેથી તેમના લોકલ ટ્રેનના પ્રવાસ કરવામાં કોઈ જોખમ નથી. તેથી હાલ પૂરતું લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના ન હોવાનું કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું.