Site icon

મલાડ બાદ હવે વરલીના મેદાનને લઈને ભાજપ-શિવસેના વચ્ચે બબાલઃ ભાજપની ગાંધીગીરી આંદોલનની ચીમકી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,29 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

શનિવાર

મેદાનોના નામને લઈને ભાજપ અને પાલિકાની સત્તાધારી પાર્ટી શિવસેના વચ્ચેનો વિવાદ થમવાનું નામ લેતો નથી. મલાડના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના ટીપુ સુલતાનનું નામના વિવાદ બાદ હવે વરલીની બી.ડી.ડી. ચાલના જાંભોરી મેદાન પરના મહાત્મા ગાંધીના નામને લઈને નવો વિવાદ ઊભો થયો છે. આ મેદાનનું મહાત્મા ગાંધીજીના નામનું બોર્ડ ગાયબ થઈ ગયું છે. વરલીના આ મેદાનને દસ દિવસમાં મહાત્મા ગાંધીજીના નામનું બોર્ડ ફરી લાગ્યું નહીં તો ભાજપ ગાંધીગીરી સ્ટાઈલમાં આંદોલન કરશે એવી ચીમકી ભાજપે આપી છે. 

જાંભોરી મેદાન ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સ્વતંત્રતાની લડત દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ મેદાનમાં પોતાના ચરણ રાખ્યા હતા. સ્વતંત્રતા બાદ આ મેદાનને ‘મહાત્મા ગાંધી’ નું નામ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં મેદાનના સુશોભિકરણ બાદ મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું. 

મુંબઈ મહાનગરપાલિકાની જોરદાર કાર્યવાહી, દક્ષિણ મુંબઈના આ વિસ્તારના રસ્તાઓ કર્યા ફેરિયા મુક્ત; જાણો વિગત

જોકે સુશોભીકરણ અને લોકાર્પણ બાદ મેદાનના ‘મહાત્મા ગાંધી મેદાન’ નું નામનું બોર્ડ ગાયબ થઈ ગયું હોવાનો આરોપ ભાજપે સ્થાયી સમિતિમાં કર્યો હતો. પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે,  મેયર કિશોરી પેડણેકર અને કમિશનર ઈકબાલ સિંહ આ ઐતિહાસિક મેદાનના નામને ભૂલી ગયા. મલાડના ટીપુ સુલતાનના ગેરકાયદે રીતે આપવામાં આવતા નામને સંરક્ષણ આપવામાં આવે છે, પણ કાયદેસરના નામના બોર્ડ ગાયબ થઈ જાય છે એવી ટીકા પણ ભાજપે કરી હતી.

ભાજપે સ્થાયી સમિતિમાં કરેલા આરોપ બાદ સત્તાધારી પાર્ટી જાગી હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષે  પ્રશાસનને આ મુદ્દે તપાસ કરવાની સૂચના આપી હતી અને  દોષી સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version