Site icon News Continuous Bureau | Mumbai

Mumbai ACB Trap Khar Police: મુંબઈમાં ACBનો સપાટો: ખાર પોલીસ સ્ટેશનના API ₹૧.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી: મિલકત વિવાદમાં ફરિયાદીના પક્ષમાં અહેવાલ તૈયાર કરવા માંગી હતી લાંચ; વરલી ACBની ટીમે છટકું ગોઠવી ૪૦ વર્ષીય પોલીસ અધિકારીને દબોચી લીધા.

Powai Elderly Fraud Case। પવઈમાં વિશ્વાસઘાત ભાડૂઆત દંપતીએ વૃદ્ધ મકાનમાલિકની જીવનભરની કમાણી લૂંટી, 1.71 કરોડની છેતરપિંડી

Powai Elderly Fraud Case। પવઈમાં વિશ્વાસઘાત ભાડૂઆત દંપતીએ વૃદ્ધ મકાનમાલિકની જીવનભરની કમાણી લૂંટી, 1.71 કરોડની છેતરપિંડી

News Continuous Bureau | Mumbai
Mumbai ACB Trap Khar Police મુંબઈ પોલીસ દળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લાંચરુશવત પ્રતિબંધક વિભાગ (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ખાર પોલીસ સ્ટેશનમાં સહાયક પોલીસ નિરીક્ષક (API) તરીકે કાર્યરત ૪૦ વર્ષીય અધિકારીને ₹૧.૫૦ લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. મિલકતના વિવાદમાં કોર્ટ દ્વારા સોંપવામાં આવેલી તપાસનો અહેવાલ ફરિયાદીના પક્ષમાં રજૂ કરવાના બદલામાં આ લાંચની માંગણી કરવામાં આવી હતી.આ કેસની વિગતો મુજબ, બાંદ્રા કોર્ટમાં ચાલી રહેલા એક સિવિલ કેસમાં અદાલતે પોલીસને તપાસ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

તપાસ અહેવાલના બદલામાં લાંચની માંગણી

ફરિયાદીના ભાઈના મિલકત વિવાદમાં કોર્ટના આદેશ મુજબ તપાસની જવાબદારી જે-તે API પાસે હતી. તપાસ દરમિયાન, ફરિયાદીના ભાઈનો જવાબ નોંધીને સમગ્ર અહેવાલ તેમના પક્ષમાં તૈયાર કરી આપવાના બદલામાં અધિકારીએ શરૂઆતમાં ₹૩,૦૦,૦૦૦/- ની મસમોટી રકમની માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક વરલી સ્થિત ACB ઓફિસનો સંપર્ક સાધ્યો હતો.

Join Our WhatsApp Channel

ACBનું સફળ છટકું

ACB ની ટીમે પ્રાથમિક તપાસ અને ખરાઈ કર્યા બાદ છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ માટે થયેલી રકઝક બાદ અંતે ₹૧,૫૦,૦૦૦/- આપવાનું નક્કી થયું હતું. જ્યારે આ અધિકારી લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ ACB ની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ દબોચી લીધા હતા. આ કાર્યવાહીથી ખાર પોલીસ સ્ટેશન સહિત મુંબઈ પોલીસ દળમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Dahisar Bus Fire Near Petrol Pump: દહિસરમાં પેટ્રોલ પંપ પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ: મોટી હોનારત ટળી, એસ.વી. રોડ પર અફરાતફરી

કાયદેસરની કાર્યવાહી

આરોપી API વિરુદ્ધ ‘ભ્રષ્ટાચાર પ્રતિબંધ અધિનિયમ ૧૯૮૮’ ની કલમ ૭ મુજબ ગુનો (ક્ર. ૦૬/૨૦૨૬) નોંધીને ધરપકડ કરવામાં આવી છે. ACB હવે આ મામલે આગળની તપાસ હાથ ધરી રહી છે કે આમાં અન્ય કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે કેમ.

Fake CM OSD Fraud દેવેન્દ્ર ફડણવીસના OSD બની કોન્ટ્રાક્ટર સાથે ₹૩.૨૫ કરોડની છેતરપિંડી મરીન ડ્રાઈવ પોલીસે નકલી અધિકારીને ઝડપી પાડ્યો, ૬ નવેમ્બર સુધી કસ્ટડી
Aishwarya Thackeray Cyber Fraud બાળાસાહેબ ઠાકરેના પૌત્ર અભિનેતા ઐશ્વર્ય ઠાકરે સાયબર ફ્રોડનો ભોગ બન્યા બેંક ખાતામાંથી અજાણતા ₹૧૯,૦૧૫ ઉપડી ગયા, ઓશિવારા પોલીસ મથકે ગુનો દાખલ
Tusshar Kapoor Extortion Threat ૫ કરોડ આપો નહીં તો… તુષાર કપૂરને બિશ્નોઈ ગેંગના નામે અપાઈ ધમકી; મુંબઈ પોલીસની તપાસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ.
Dia Mirza BMC Diwali Video Controversy દિયા મિર્ઝાના દિવાળી વીડિયો પર રાજકીય ઘમાસાન; ૪૫ સેકન્ડના વીડિયોમાં ભાજપને શું ખૂંચ્યું? કે BMCએ વીડિયો જ હટાવી દીધો; અભિનેત્રીનો સવાલ
Exit mobile version