News Continuous Bureau | Mumbai
લોન રીકવરીને(Loan reovery) નામે મોર્ફ કરેલા ફોટોથી બ્લેકમેઈલિંગ(Blackmailing) કરવામાં આવતા મલાડના યુવકે આત્મહત્યા કરી હોવાનો બનાવ હજુ તાજો છે ત્યા મલાડના જ કુરારમાં આવો જ બીજો બનાવ નોંધાયો છે, જેમાં યુવકને લોન વસૂલીને નામે બ્લેકમેલ કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસની નિષ્ક્રિયતા સામે જોકે હવે સ્થાનિક લોકોની સાથે જ લોન કન્ઝયુમર એસોસિયેશને બાયો ચઢાવી છે.
લોન કન્ઝયુમર અસોસિયેશ(Loan consumer association)ના પ્રેસિડેન્ટ નિખિલ જેઠવા(Nikhil Jethwa)એ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે પાંચ દિવસ પહેલા રિકવરી એજેન્ટના બ્લેકમેલિંગ થી કંટાળી ગયેલા સંદીપના કેસમાં કુરાર પોલીસે(Kurar police) હજી સુધી એફઆઈઆર(FIR) નોંધી નથી. પોલીસ હજી પણ નિષ્ક્રિય વર્તી રહી છે. અમે લોકોએ સંદીપના કેસમાં પોલીસે દાખવેલી બેદરકારીના વિરોધમાં સંદીપના ઘરથી લઈને કુરાર પોલીસ સ્ટેશન સુધી કેન્ડલ માર્ચ કરવાના છે. આટલું થયા બાદ પણ પોલીસની આંખો હજી ખુલી નથી. ત્યાં સંદીપ જેવો જ બ્લેકમેલિંગનો બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મલાડના 24 વર્ષના અનુરાગ સિંહે(Anurag singh) રવિવારે કુરાર પોલીસમાં તેને રિકવરી એજેન્ટો દ્વારા ધમકાવવામાં અને બ્લેકમેઈલ કરવામાં આવતો હોવાથી ફરિયાદ નોંધાવી છે.
નિખિલ જેઠવાના જણાવ્યા મુજબ અનુરાગ સિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ પહેલી મેના તેણે મોબાઈલ પરથી લોનને લગતી એક એપ ડાઉનલોડ કરી હતી, જેમાં તેની જાણ બહાર ઍપે તેના મોબાઈલમાંથી કોન્ટેક લિસ્ટ ટ્રેસ કરી લીધા હતા અને બાદમાં તેને છ દિવસની અંદર જ ઈન્ટરેસ્ટના 7,000 લોનની રકમ સહિત ચૂકવી દેવાના મેસેજ મોબાઈલ પર આવતા થયા હતા. છ દિવસની અંદર જ તેને ધમકાવતા અને બ્લેકમેઈલિંક કરતા મેસેજ આવતા થયા હતા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ –પુણે હાઈવે એક્સપ્રેસ પર વિચિત્ર એક્સિડન્ટ, ટેન્કર પલટી ખાતા 3નાં ઘટના સ્થળે મોત; જાણો વિગતે.
નિકિલ જેઠવાના જણાવ્યા મુજબ લોકોને લોનને નામે બ્લેકમેઈલ કરવાનું પ્રમાણ વધી ગયું છે. અઠવાડિયા પહેલા રિકવરી એજન્ટોની બ્લેકમેઈલિંગ થી કંટાળીને સંદીપે આત્મહત્યા કરી લીધી હતી. હજી પોલીસે તેના આત્મહત્યા કેસમાં એફઆઈઆર નોંધી નથી. આપણા મોબાઈલ પરથી સાદો કોઈને ધમકી આપતો મેસેજ કરીએ તો પણ પોલીસ આપણને પકડવા માટે ઘર સુધી પહોંચી જતી હોય છે. પણ મોબાઈલ પર હજારો લોકોને સસ્તા માં લોન આપવાને બહાને ઠગીને તેમ જ ખોટી રીતે ફસાવીને તેમને બ્લેકમેઈલ કરનારા લોકો સામે પોલીસ કોઈ પગલાં લેતા નથી. સંદીપ અને અનુરાગ જેવા સેંકડો યુવકો જે આ ઓનલાઇન લોન આપવાને નામે ઠગીને લોકોને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવતી ટોળકીનો શિકાર બન્યા છે. પોલીસે જો સમયસર સંદીપની ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હોત તો તેને આત્મહત્યા કરવી ના પડતે. અમારી પાસે આવી અનેક ફરિયાદ આવી છે, જેઓ આવા બ્લેકમેલિંગના ભોગ બન્યા છે. જેની સામે પોલીસે હજી સુધી કોઈ પગલાં લીધા નથી.
નિખિલ જેઠવાએ જણાવ્યું હતું કે આરબીઆઈ(RBI)ના નિયમ મુજબ લોન લીધી પણ હોય તો પણ 90 દિવસની અંદર કોઈ તેની વસૂલી થતી નથી. ઓનલાઈન ઍપ(Online Application) પર લોન આપવાને નામે લોકોને ઠગવામાં આવી રહ્યા છે. લોકોને બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે મુખ્યપ્રધાનથી(Chief minister) લઈને વડાપ્રધાન (Prime minister)સુધી પત્ર લખીને અમે ફરિયાદ કરી છે. છતાં તેના તરફ દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. લોન કન્ઝ્યુમર એસોસિયેશન દ્વારા આ મુદ્દા પર દેશના ચીફ જસ્ટિસનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. છતાં હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. તેને કારણે દેશના અનેક લોકો આવી ઓનલાઈન ફ્રોડ(Online fraud) કરનારી કંપનીના બ્લેકમેઈલિંગનો ભોગ બની રહ્યા છે.
 
 
			         
			         
                                                        