News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈમાં દેવનાર ડંમ્પિંગ ગ્રાઉન્ડ ( deonar dumping ground ) બંધ કરી તેની જગ્યાએ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શરુ કરવામાં વિલંબ માટે પાલિકાએ ટીકાઓનો સામનો કર્યા પછી, એક અહેવાલ મુજબ BMC હવે ઓક્ટોબર 2025 સુધીમાં વેસ્ટ-ટુ-એનર્જી ( Waste to Energy Plant ) પ્લાન્ટ શરૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટમાં વિલંબને કારણે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં જમા થતા કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં પણ વિલંબ થયો છે. ઉલ્લેખનીય છે કે, આ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં હાલ 12 મિલિયન ટનથી વધુ કચરો ઓવરફ્લો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મુલુંડ અને દેવનારમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ્સને 2016 માં બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે બોમ્બે હાઈકોર્ટ ( Bombay High Court ) એ અવલોકન કર્યું હતું કે, બંને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં તેની ક્ષમતાથી વધારે કચરો ઓવરફ્લો થઈ ગયો છે. તેમજ વર્ષ 2015માં ડમ્પિંગ ગ્રાઉન્ડમાં મોટી આગ લાગ્યા બાદ કેન્દ્ર સરકાર ( Central Govt ) અને હાઈકોર્ટે BMCને કચરાના નિકાલ માટે વૈજ્ઞાનિક યોજના બનાવવાનો આદેશ પણ આપ્યો હતો. મુંબઈના સૌથી જૂના ડમ્પિંગ ગ્રાઉન્ડ દેવનારમાં હાલ કચરાના પહાડો જમા થયા છે. જેની ઊંચાઈ લગભગ 18 માળ જેટલી હશે. તેથી 2016માં વધતા ઘન કચરાના સમસ્યાનો ઉકેલ કરવા BMCએ આ ડમ્પિંગ ગ્રાઉન્ડને WTEમાં શિફ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, BMCને આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર પાસેથી પર્યાવરણીય મંજૂરી મેળવવામાં વર્ષો લાગ્યા હતા.
આ પ્રોજેક્ટ ચેન્નઈ MSW પ્રાઇવેટ લિમિટેડને ( Chennai MSW Pvt ) આપવામાં આવ્યો છે…
એક અહેવાલ મુજબ, તદુપરાંત, બીએમસીની યોજનાને ત્યારે વધુ ઝટકો લાગ્યો હતો. જ્યારે દેવનાર ખાતે દરરોજ 3,000 એમટી કચરા પર પ્રક્રિયા કરવા માટે બિડર્સ મેળવવામાં બીએમસી નિષ્ફળ રહી હતી. તેમ જ, જૂન 2022 માં WTE પ્લાન્ટનું બાંધકામ શરૂ કરવામાં લગભગ છ વર્ષ લાગ્યાં હતા. ત્યારે હવે આ પ્રોજેક્ટ ચેન્નઈ MSW પ્રાઇવેટ લિમિટેડને રૂ.648 કરોડના ખર્ચે 40 મહિનાની ડિઝાઇન અને બાંધકામ સમયગાળો/જાળવણી સમયગાળા સાથે આપવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Calcutta High Court: આ રાજ્યની જેલોમાં મહિલાઓ બની રહી છે ગર્ભવતી, તેથી મહિલા જેલમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ લાવો.. હાઈકોર્ટમાં એમિકસ ક્યુરીએ કર્યો મોટો દાવો..
દરમિયાન, ગયા વર્ષે તેના વિશેષ ઓડિટ અહેવાલમાં, ઓડિટર જનરલ ( CAG ) દ્વારા આ પ્લાનટની નબળી દેખરેખ અને પ્લાન્ટ સ્થાપવા માટે ફરજિયાત મંજૂરીઓ મેળવવામાં અસામાન્ય વિલંબ માટે પણ પાલિકાને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
નોંધનીય છે કે, 3,000MT ની ક્ષમતા સાથે WTE પ્લાન્ટ સ્થાપવા માટે અનુભવી પેઢી મેળવવા વૈશ્વિક ટેન્ડર આમંત્રિત કર્યા હતા. જેમાં હવે કામગીરી શરુ કરવામાં આવી છે. તેમજ હાલમાં, 600MT કચરો દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવે છે, જે WTE પ્લાન્ટ માટે પૂરતો છે. તેથી હવે શક્યતા છે કે 2025 સુધી આ પ્લાન્ટ બની જશે.