ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25, સપ્ટેમ્બર 2021
શનિવાર.
વરલીનો લગભગ દસ ચોરસ કિલોમીટર ક્ષેત્રનો થ્રીડી નકશો તૈયાર કરીને ડિજિટલ સ્વરૂપની “ વરલી“ ઊભી કરવામાં આવી છે. પ્રાયોગિક સ્તર ઊભા કરવામાં આવેલો આ પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકા માટે બહુ ઉપયોગી સાબિત થવાનો છે. વરલીના થ્રીડી મેપિંગની સાથે જ થ્રી ડી મેપિંગ રહેલા વૈશ્ર્વિક શહેરોની યાદીમાં મુંબઈનો પ્રવેશ થઈ ગયો હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે.
વધતી લોકસંખ્યા અને ભૌગલિક રીતે થઈ રહેલા વિસ્તારીકરણને જોતા મૂળભૂત નાગરી સેવા સુવિધા પૂરી પાડવી, પાયાભૂત સુવિધાનું નિર્માણ કરવું, મોટા પ્રોજેક્ટ અમલમાં મૂકવા પાલિકા પ્રશાસન માટે પડકારજનક છે. તેના ઉપાયરૂપે રાજયના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેની સૂચના પર થ્રી ડી મેપિંગ કરવામાં આવ્યું છે.
પ્રાયોગિક ધોરણે જી-દક્ષિણ વોર્ડના વરલીનો લગભગ 10 કિલોમીટર ક્ષેત્રફળનો થ્રી ડી ડાયમેન્શન નકશો તૈયાર કરવાનું કામ પૂરું કરવામાં આવ્યું છે. થ્રી ડી મેપિંગ એટલે કે થ્રી ડાયમેન્શલ મેપથી કોઈપણ વિસ્તારને આભાસી પરંતુ હુબેહુબ જોઈ શકાય છે. 360 ડિગ્રી અક્ષાંસે પણ તેને જોઈ શકાય છે. ઉંચાઈ, ઉંડાઈ, પહોળાઈ, જાડાઈ એમ તમામ બાજુએથી વિસ્તારને જોઈ શકાય છે. તેમાં કોઈ પણ ફેરફાર થયો તો તેને તુરંત પ્રત્યક્ષમાં તપાસી શકાય છે.
મંદિરમાં તો જવાશે પણ નિયમો એટલા કડક છે કે શું દર્શન થઈ શકશે? જાણો શું છે નવા નિયમ.
જિઓસ્પેશિયલ મોડલ એ નાગરી પ્રશાસન માટે બહુ મહત્તવનો છે. ફક્ત પ્રોજેક્ટના અમલબજવણી માટે જ નહીં પણ પાયાભૂત સેવા સુવિધાનું યોગ્ય આયોજન કરીને તેની ગુણત્તા સુધારી શકાશે. નાગરી સેવાનું મૂલ્યમાપન કરવું શકય બનશે. વાતાવરણમાં થતા ફેરફારને કારણે થતી અસરનું વિશ્લેષણ જેવી અનેક બાબતો થ્રી ડી મેપ ટેક્નોલોજીની મદદથી કરી શકાશે.