ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 મે 2021
મંગળવાર
મુંબઈમાં રખડતાં શ્વાનની સાથે રસ્તા પર ભટકતી બિલાડીઓની સંખ્યા પણ વધારે છે. BMCએ રખડતી બિલાડીઓનાં વંધ્યીકરણ કરવાનો નિર્ણય લીધો છે.
બિલાડીનાં વંધ્યીકરણની યોજના લાંબા સમયથી BMC બનાવી રહી છે. હવે પાલિકા ખાનગી સંસ્થાની મદદથી આ કામ કરવાની છે. કોરોનાને પગલે ગયા વર્ષે કામ રખડી પડ્યું હતું. પાલિકાએ આ કામ કરવા માગતી સંસ્થા પાસે અરજી મગાવી છે. 31 સુધી એની અંતિમ તારીખ છે. પાલિકા એક બિલાડીના વંધ્યીકરણ પાછળ 600થી 1,000 રૂપિયા આ સંસ્થાને આપશે.
