News Continuous Bureau | Mumbai
ગણેશોત્સવમાં(Ganeshotsav) મંડપ બાંધવા માટે રસ્તા પર તથા ફૂટપાથ પર ખાડા ખોદવા(potholes ) બદલ મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ ‘લાલબાગ ચા રાજા’(Lalbagh Cha Raja') સાર્વજનિક ગણેશોત્સવ મંડળને 3.66 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ મંડળે મંડપ બાંધવા રસ્તા પર 183 ખાડા ખોદી મૂક્યા હતા.
લાલબાગચા રાજાના દર્શને ફક્ત મુંબઈ જ નહીં પણ પૂરા વિશ્વભરમાંથી ભક્તો ખાસ પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે. ત્યારે ગણેશોત્સવમાં મંડપ બાંધવા ખાડા ખોદવા બદલ પાલિકાએ તેમને નોટિસ મોકલીને 3.66 લાખ રૂપિયાનો દંડ ભરવા કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં 14 વર્ષથી ડિગ્રી- લાયસન્સ વગર મહિલા કરી રહી હતી કાયદાની પ્રેક્ટિસ- હવે પોતે કાયદાના સપાટામાં આવી- થઇ આ કાર્યવાહી
પાલિકાએ ગણેશોત્સવ બાદ મુંબઈના તમામ રસ્તાઓ પર ઈન્સ્પેકશન (Inspection) કર્યું હતું, જેમાં જે મંડળોએ મંડપ બાંધવા રસ્તા પર ખાડા કર્યા હતા, તેમને નોટિસ મોકલવાનું ચાલુ છે. રસ્તા પર કે ફૂટપાથ પર મંડપ બાંધવા માટે ખાડો ખોદી શકાય નહીં. છતાં અનેક મંડળો પોતાની ગણેશમૂર્તિની(Ganesh Idols) સ્થાપના માટે મંડપ બાંધવા માટે ફૂટપાથ અથવા રસ્તા પર ખાડો ખોદતા હોય છે. પાલિકાના નિયમ મુજબ જો મંડપ બાંધવા ખાડો ખોદયો તો પ્રતિ ખાડો ૨,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડે છે.
ઈન્સ્પેકશન દરમિયાન લાલબાગમાં મંડપની આજુબાજુ મંડળે બાંબુ નાખવા ખાડા કર્યા હતા, જે હજુ સુધી ભરવામાં આવ્યા નથી. તેથી પાલિકાએ લાલબાગચા રાજાના મંડળને નોટિક મોકલી છે, જેમાં લગભગ ૧૮૩ ખાડા માટે ૩.૬૬ લાખ રૂપિયાનો દંડ ભરવાની આ નોટિસ પાલિકાએ ફટકારી છે.