News Continuous Bureau | Mumbai
બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પોલીસે શનિવારે કાયદાની ડિગ્રી વિના વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા બદલ 72 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. તે મુંબઈ(Mumbai)માં 14 વર્ષથી એટલે કે 2008થી ડિગ્રી(degree) વગર કાયદાની પ્રેક્ટિસ(Law Practice) કરી રહી હતી. મહિલાની ઓળખ બાંદ્રા વેસ્ટ(Bandra West)માં પાલી હિલની રહેવાસી મોર્ડેકાઈ રેબેકા જોબ ઉર્ફે મંદાકિની કાશીનાથ સોહિની તરીકે થઈ હતી.
BKC પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસે તેની ઓળખ ચકાસવા માટે 15 જુલાઈના રોજ ફોન કર્યો હતો. પોલીસ દ્વારા આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે અને મહિલાને આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવશે.
c અરેરે – દેશમાં ખેલાડીઓની આવી હાલત- કબડ્ડી પ્લેયર્સને ટોઈલેટમાં રસોઈ બનાવીને ખવડાવી – જુઓ વીડિયો
દસ્તાવેજો અને લાઇસન્સ નકલી હોવાનું બહાર આવ્યું.
તેના દસ્તાવેજો અને કાયદાની પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ નકલી(Fake Licence) બહાર આવ્યું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે મહારાષ્ટ્ર અને ગોવા(Goa)ની બાર કાઉન્સિલનો સંપર્ક કરીને છેતરપિંડી અંગે માહિતી આપી છે.
અકબર અલી મોહમ્મદ ખાને કેસ દાખલ કર્યો હતો
બોરીવલી(Borivali)ના વકીલ અકબર અલી મોહમ્મદ ખાને (44) સોહિની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે સોહિની મુંબઈની ફેમિલી અને અન્ય કોર્ટમાં ઘણા વર્ષોથી વકીલ વિના ક્લાયન્ટનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : સોનું ખરીદવાની શ્રેષ્ઠ તક – સોના અને ચાંદીની કિંમતમાં થઇ વઘ ઘટ – જાણો લેટેસ્ટ ભાવ